ભારતમાં ગઠબંધનની રાજનીતિનો આ છે ઇતિહાસ , વાંચો
ભારતમાં ગઠબંધનની રાજનીતિનો આ છે ઇતિહાસ , વાંચો
by : Reena Brahmbhatt
2024 ચુટણી પહેલા રાજકીય પક્ષો જીત માટેના ખેલમાં લાગેલા છે. જ્યાં એક તરફ તમામ વિપક્ષી પાર્ટીઓ વિપક્ષી પાર્ટી નીતીશકુમાર ની આગેવાની હેઠળની BJP (BJP)ને હટાવવા માટે એક થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે NDA (NDA) પણ તેના ઘટક પક્ષોથી ભાગી રહી છે. જેથી કરીને કોઈપણ ઘટક પક્ષ એનડીએથી અલગ ન થાય, ભાજપ માટે પણ આજે મહારાષ્ટ્ર, તેલનગના, આંધ્ર્પ્રદેશ જેવા રાજ્યોમાં ગઠબંધનને લઈને અનેક પડકારો છે.તો બીજી તરફ બિહારમા નીતિશકુમાર પણ 18 જેટલા પક્ષોને એકમંચ પર લાવવા એડીચોટી નું જોર લગાવી રહ્યા છે.અને આ માટે તેઓ દરેક પક્ષને મનાવી રહ્યા છે.પણ વિપક્ષમાં સૌથી મોટા પક્ષ તરીકે રહેલ કોંગ્રેસ તેની શરતે આ મોરચામાં સામેલ થવા માંગે છે એટલે મિટિંગ થઇ શકતી નથી.
ત્યારે મુદ્દો હવે તે પણ છે કે, અગર માની લો કે વિપક્ષ એકથઈ જાય તો પણ શું ભારતમાં ગઠબંધનની રાજનીતિ કેટલી અસરકારક સાબિત થઈ અને આ પ્રયોગ ક્યારે નિષ્ફળ ગયો. ભારતની રાજનીતિમાં 1999 સુધી, બે દાયકાથી વધુ સમયમાં ચાર મોટા ગઠબંધન બન્યા, પરંતુ કોઈએ એક પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. જો કે, વર્ષ 1999 પછી ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધન સત્તામાં રહ્યું. યુપીએ અને એનડીએ (મોદી સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે) બંનેએ બે વખત પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. પરંતુ આ પહેલા કોઈપણ ગઠબંધન પાંચ વર્ષ પૂરા કરી શક્યું નથી.
ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદ્યા પછી વર્ષ 1977માં જનતા ગઠબંધનની રચના થઈ હતી. 1977 માં યોજાયેલી ચૂંટણીમાં, દસથી વધુ પક્ષો ઈન્દિરા ગાંધી વિરુદ્ધ જનતા પાર્ટીના નેતૃત્વમાં એકસાથે આવ્યા અને ચૂંટણી લડ્યા. આમાં ગઠબંધનનું શાનદાર પ્રદર્શન રહ્યું, આઠ પક્ષોએ લગભગ 343 બેઠકો જીતી. દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર બની, પરંતુ આ સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરી શકી નહીં. મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવવામાં આવ્યા, પરંતુ આ ગઠબંધનની સરકાર બે વર્ષ સુધી માત્ર 128 દિવસ ચાલી.આ પછી વર્ષ 1980માં ચૂંટણી યોજાઈ, જેમાં ઈન્દિરા ગાંધી પરત ફર્યા.
ત્યારપછી એક દાયકાથી વધુ સમય બાદ વર્ષ 1989માં નેશનલ ફ્રન્ટ નામનું ગઠબંધન બન્યું. આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં સાત પક્ષોના આ ગઠબંધનને 143 બેઠકો અને કોંગ્રેસને 197 બેઠકો મળી હતી. ડાબેરી મોરચા અને બીજેપીની મદદથી ગઠબંધને સરકાર બનાવી અને વીપી સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ બાદ ભાજપે ગુસ્સામાં સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું અને સરકાર પડી. આ સરકાર માત્ર 343 દિવસ જ ચાલી શકી. આ પછી જનતા દળથી અલગ થયા બાદ ચંદ્રશેખરે સમાજવાદી જનતા પાર્ટી નામની નવી પાર્ટી બનાવી. કોંગ્રેસે ચંદ્રશેખરને સમર્થન આપ્યું અને તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. પરંતુ આ સરકાર પણ માત્ર 243 દિવસમાં જ જતી રહી.
વર્ષ 1996માં થયેલી ચૂંટણીમાં જનતા દળને 46 બેઠકો મળી હતી, ચૂંટણી પછી ‘યુનાઈટેડ ફ્રન્ટ’ના નામથી એક નવું ગઠબંધન બન્યું હતું અને અનેક પક્ષો આ મોરચામાં જોડાયા હતા. કોંગ્રેસે તેને ટેકો આપ્યો અને એચડી દેવગૌડાને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. સરકારને એક વર્ષ પણ પૂર્ણ થયું ન હતું અને કોંગ્રેસે સમર્થન પાછું ખેંચ્યું, સરકાર 324 દિવસમાં પડી ગઈ. આ પછી જનતા દળના નેતા ઈન્દ્ર કુમાર ગુજરાલ ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા અને કોંગ્રેસના સમર્થનથી તેઓ વડાપ્રધાન બન્યા. પરંતુ તેઓ પણ એક વર્ષ પૂર્ણ ન કરી શક્યા અને માત્ર 332 દિવસ માટે જ વડાપ્રધાન પદ સંભાળી શક્યા. દેવેગૌડા પહેલા અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા હતા, પરંતુ બહુમતના અભાવે સરકાર 13 વર્ષમાં જ પડી ગઈ હતી.
1998માં ફરી 13 પાર્ટીઓએ એકસાથે આવીને ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન કર્યું. આ 13 પક્ષોએ ચૂંટણીમાં 258 બેઠકો જીતી હતી. AIADMK એ NDA ને સમર્થન આપી સરકાર બનાવી. અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. પરંતુ આ ગઠબંધન સરકાર પણ માત્ર 13 મહિના જ ચાલી શકી. મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC અને જયલલિતાની AIADMKએ તેને ટેકો આપ્યો હતો. પરંતુ જયલલિતાએ ટેકો પાછો ખેંચી લેતા અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ. આ પછી 1999માં ચૂંટણી થઈ અને NDAએ સરકાર બનાવી. આ સરકારે તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. તે પ્રથમ વખત હતું જ્યારે ગઠબંધન પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે.
