UPSC Mains Result 2024 : યૂપીએસસીએ જાહેર કર્યું મેઈન્સનું પરિણામ, જાણો પરિણામ ચેક કરવાની સરળ રીત

Arati Parmar
2 Min Read

નવી દિલ્હી, મંગળવાર
UPSC Mains Result 2024 : સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીએ 9 ડિસેમ્બરના રોજ સિવિલ સેવા મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. જે પણ ઉમેદવારે યુપીએસસી મુખ્ય પરીક્ષામાં સામેલ થયા હતા તે યુપીએસસીની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in અને upsconline.nic.in પર જઈને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને હવે યુપીએસસી ઈન્ટરવ્યૂ માટે બોલાવશે. બાદમાં જે પણ ઉમેદવાર ઈન્ટરવ્યૂમાં પાસ થશે, તેમનું સિલેક્શન આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ સહિત સેવાઓમાં તૈનાતી થશે.

યુપીએસસી પરીક્ષા ત્રણ તબક્કામાં આયોજિત થાય છે. જેમાં પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સામેલ છે. આ વર્ષે યુપીએસસી સિવિલ સેવા પ્રાથમિક પરીક્ષા 16 જૂને આયોજિત થઈ હતી, જ્યારે મુખ્ય પરીક્ષા 20,21,22,28 અને 29 સપ્ટેમ્બરે આયોજિત થઈ હતી.

- Advertisement -

UPSC Mains Result 2024: કેવી રીતે ચેક કરશો રિઝલ્ટ?
સૌથી પહેલા યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
બાદમાં ફોમ પેજ પર ‘Whats New’ સેક્શનમાં જાઓ.
ત્યાર બાદ UPSC CSE Mains Result 2024 Download વાળી લિંક પર ક્લિક કરો.
લિંક ખુલ્યા બાદ પોતાનો રોલ નંબરની મદદથી રિઝલ્ટ ચેક કરી શકશો.
ઉમેદવાર રિઝલ્ટની કોપી સેવ કરી રાખે અને તેની પ્રિન્ટઆઉટ પણ લઈ લેવી જોઈએ.

આ પરીક્ષાના માધ્યમથી યૂપીએસસી કુલ 1 હજાર પદો પર અધિકારીઓની ભરતી કરશે. કટ ઓફ માર્ક્સથી વધારે અંક પ્રાપ્ત કરનારા ઉમેદવારો ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ અને પદો પર ભરતી માટે પાત્ર થશે. જે પણ ઉમેદવાર આ મુખ્ય પરીક્ષામાં સફળ થયા છે. તેમને 13થી 19 ડિસેમ્બર વચ્ચે પોતાની ડિટેલ એપ્લિકેશન ફોર્મ -II ભરીને જમા કરાવાનું રહેશે.

- Advertisement -

 

Share This Article