ITBP Recruitment: ધોરણ 10 અને 12 પાસ માટે ITBPમાં નોકરી, 81000 સુધી પગાર

Arati Parmar
2 Min Read

ITBP Constable Recruitment 2024: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, 10 અને 12 પાસ ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરી શકે છે. જો તમે પણ ITBPમાં કોન્સ્ટેબલ બનવા માંગો છો, તો અરજી કરતા પહેલા ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને સંપૂર્ણ માહિતી ચેક કરી લો. આ માટે અરજી પ્રક્રિયા 24 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. તેમજ અરજીની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે.

જગ્યાની વિગતો

- Advertisement -

ITBPમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની કુલ 51 જગ્યાઓ ખાલી છે. હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) માટે ઉમેદવાર 12મું પાસ હોવું આવશ્યક છે. આ સિવાય ઉમેદવારે મોટર મિકેનિકમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. તેવી જ રીતે કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)ની જગ્યા માટે ઉમેદવારોએ 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. ઉપરાંત, ઔદ્યોગિક તાલીમ પ્રમાણપત્ર અથવા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

- Advertisement -

ITBPમાં હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) અને કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની સાથે શારીરિક માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ ઊંચાઈ 170 સેમી અને છાતી 80 સેમી હોવી જોઈએ

પગાર ધોરણ

- Advertisement -

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) માં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે અલગ અલગ પગાર નક્કી કરવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ માટે પગાર લેવલ – 4 છે, જે હેઠળ પગાર 25,500 થી 81,100 રૂપિયાની વચ્ચે હશે, જ્યારે કોન્સ્ટેબલ માટે પગાર લેવલ – 3 અનુસાર, પગાર 21,700 થી 69,100 ની વચ્ચે હશે.

અરજી ફી

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) માં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને કરી શકાય છે. જનરલ/OBC/EWS એ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે SC/ST/ એક્સ સર્વિસમેન માટે અરજી મફત છે.

Share This Article