IBPS 2025 Calendar Out: બેન્કમાં નોકરી મેળવવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ 2025માં યોજનાર ભરતી પરીક્ષાઓનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરી દીધું છે. આ સંભવિત કેલેન્ડરમાં RRB અને PSB માટે ઓનલાઈન CRPની પરીક્ષા ડેટ સામેલ છે. જે ઉમેદવાર સંભવિત કેલેન્ડર જોવા અથવા ડાઉનલોડ કરવા માંગે છે, તે તેને IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જોઈ શકે છે.
IBPS કેલેન્ડર અનુસાર, RRB ઓફિસર સ્કેલ 1 પ્રારંભિક પરીક્ષા 27 જુલાઈ, 2, 3 ઓગસ્ટે યોજાશે. ઓફિસ આસિસ્ટન્ટ પ્રારંભિક પરીક્ષા 30 ઓગસ્ટ, 6 અને 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. ઓફિસર સ્કેલ I, II અને III માટે મુખ્ય પરીક્ષા 13 સપ્ટેમ્બરે અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે 9 નવેમ્બરે પરીક્ષા યોજાશે.
અહીં જુઓ મહત્વપૂર્ણ તારીખો
RRB ઓફિસર સ્કેલ I પ્રિલિમ પરીક્ષા: 27મી જુલાઈ, 2જી અને 3જી ઓગસ્ટ 2025.
RRB ઓફિસ આસિસ્ટન્ટ પ્રિલિમ પરીક્ષા: 30 ઓગસ્ટ, 6 અને 7 સપ્ટેમ્બર 2025
RRB ઓફિસર સ્કેલ I મુખ્ય પરીક્ષા: 13 સપ્ટેમ્બર 2025
RRB ઓફિસર સ્કેલ II, III: 13 સપ્ટેમ્બર 2025
RRB ઓફિસ સહાયક મુખ્ય પરીક્ષા: 9 નવેમ્બર 2025
IBPS PO/MT પ્રિલિમ પરીક્ષા: 4, 5 અને 11 ઓક્ટોબર 2025
IBPS PO/MT મુખ્ય પરીક્ષા: 29 નવેમ્બર 2025
IBPS SO પ્રિલિમ પરીક્ષા: 22 અને 23 નવેમ્બર 2025
IBPS SO મુખ્ય પરીક્ષા: 4 જાન્યુઆરી 2026
IBPS ગ્રાહક સેવા સહયોગી પ્રિલિમ પરીક્ષા: 6, 7, 13 અને 14 ડિસેમ્બર 2025
IBPS ગ્રાહક સેવા સહયોગી મુખ્ય પરીક્ષા: 1 ફેબ્રુઆરી 2026
IBPS ભરતી પરીક્ષાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માત્ર ઓનલાઈન મોડ દ્વારા થશે. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા બંને માટે એક જ રજીસ્ટ્રેશન હશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે વેબકેમ કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી પોતાના લાઈવ ફોટો કેપ્ચર અને અપલોડ કરવો પડશે. વધુ માહિતી માટે આઈબીપીએસની સત્તાવાર વેબસાઈટ જોઈ શકો છો.
જણાવી દઈએ કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એક સ્વાયત્ત સંગઠન છે, જે ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરે છે. તેની સ્થાપના 1975માં થઈ હતી અને 2011થી સમાન્ય ભરતી પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને સાર્વજનિક ક્ષેત્રની બેન્કો માટે ભરતીનું આયોજન કરે છે.

