FMCG Sector: FMCG ક્ષેત્રમાં ગ્રામીણ બજારનો પ્રભુત્વ વધ્યો

Arati Parmar
2 Min Read

FMCG Sector: ભારતની મોટાભાગની વસ્તી આઝાદીના ૭૫ વર્ષ બાદ હાલ પણ ગામડામાં રહે છે. જોકે ગ્રામીણ વિસ્તારોનો દેશના વિકાસ અને કન્ઝમ્પ્શનમાં પ્રમાણસર ઓછો ફાળો રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ છે. ચોથા કવાર્ટરના ડેટા જણાવે છે દૈનિક જરૂરી ઘરેલું માંગમાં ગ્રામીણ બજારે શહેરી માર્કેટને પાછળ છોડયું છે.

દૈનિક ઉપયોગના ઘરગથ્થુ માલસામાન ક્ષેત્ર પર ડેટા એનાલિટિક્સ ફર્મ નીલ્સનઆઈક્યુના ‘એફએમસીજી ક્વાર્ટરલી સ્નેપશોટ’ રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્તારોએ સતત ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિની દ્રષ્ટિએ મોટા શહેરી બજારોને પાછળ છોડી દીધા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એફએમસીજી ઉદ્યોગમાં તહેવારોની માંગને કારણે મોટાભાગે વપરાશ આધારિત વૃદ્ધિ જોવા મળી, જેમાં ફુગાવાના દબાણને કારણે સરેરાશ ૩.૩ ટકાનો ભાવ વધારો થયો હોવા છતાં એકંદર વોલ્યુમમાં ૭.૧ ટકાનો વધારો નોંધાયો છે.

- Advertisement -

જોકે એફએમસીજી ઉદ્યોગમાં પણ ‘વોલ્યુમ વૃદ્ધિ કરતાં યુનિટ વૃદ્ધિ વધુ છે’, જે ઊંચા ખાદ્ય ફુગાવાના કારણે ‘વપરાશમાં નાના પેક તરફ ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર’ દર્શાવે છે. ચાર ક્વાર્ટરમાં પ્રથમ વખત વપરાશ અને કિંમત નિર્ધારણના સંયોજનને એકંદરે સાથે મળીને એફએમસીજી વૃદ્ધિને આગળ ધપાવ્યા છે. ટોચના આઠ મહાનગરોમાં મંદી હોવા છતાં, ઈ-કોમર્સે ખરીદીને સરેરાશ ઉપર ટકાવી રાખી છે.સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ખાદ્ય તેલ અને ઇમ્પલ્સ કેટેગરીએ ફૂડ વોલ્યુમમાં વૃદ્ધિને વેગ આપ્યો હતો, જ્યારે ઘર અને વ્યક્તિગત સંભાળ (એચપીસી) ક્ષેત્રના લોન્ડ્રી એસેસરીઝ સેગમેન્ટે વપરાશમાં વધારો કર્યો હતો. આ બંને સેગમેન્ટના જોરે વપરાશ વૃદ્ધિમાં નાના અને સ્થાનિક ઉત્પાદકોએ મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે.

- Advertisement -
Share This Article