Atlee next movie : એટલીની આગામી ફિલ્મમાં બદલાવ: સલમાનને બદલે અલ્લુ અર્જુનની એન્ટ્રી

Arati Parmar
1 Min Read

Atlee next movie: સાઉથનો ટોચના ડાયરેક્ટર એટલીની મૂળ સલમાન સાથે પ્લાન થયેલી ફિલ્મમાં હવે અલ્લુ અર્જુન ગોઠવાઈ ગયો હોવાની ચર્ચા છે. અલ્લુ સાથે હિરોઈન તરીકે જાહ્નવી કપૂરનો સંપર્ક કરાયો છે.

એટલીએ સલમાનને લઈને ૫૦૦ કરોડ બજેટની એક્શન ફિલ્મ પ્લાન કરી હતી. પરંતુ, સાઉથના કોઈ ફાઈનાન્સિઅર માત્ર સલમાનને નામે આટલું રોકાણ કરવા તૈયાર થયા ન હતા.

- Advertisement -

તેમણે એટલી પાસે આગ્રહ સેવ્યો હતો કે સલમાન ઉપરાંત પાન ઈન્ડિયા અપીલ ધરાવતા બીજા કોઈ સાઉથના હિરોને પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સોંપાવી જોઈએ.

હવેના અહેવાલો અનુસાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અલ્લુ અર્જુન ભજવશે. પરંતુ, સલમાન આ પ્રોજેક્ટમાંથી લગભગ આઉટ થઈ ચૂક્યો છે. જોકે, ફિલ્મની મૂળ સ્ક્રિપ્ટમાં બે હિરોનો રોલ વિચારાયો છે એટલે હવે બીજા હિરોના કાસ્ટિંગની રાહ જોવાઈ રહી છે.

- Advertisement -

ફિલ્મમાં કુલ ત્રણ હિરોઈન હશે અને તેમાંથી એક હિરોઈન તરીકે જાહ્નવી કપૂરનો સંપર્ક કરાયો હોવાની ચર્ચા છે. આ ફિલ્મની વાર્તા પુનર્જન્મ આધારિત હશે તેમ પણ જાણવા મળે છે.

- Advertisement -
Share This Article