Kubra Sait: ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કલાકારોમાં ઘણા ઓછા એવા કલાકારો હોય છે કે જેઓ દુનિયાની સામે ખુલીને વાત કરતા હોય છે. આવી જ એક એક્ટ્રેસ છે કુબ્રા સેત કે જેણે પોતાના દુ:ખ વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે જિંદગીમાં કેવી રીતે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એવી પરિસ્થિતિ કે જેના વિશે તેણે ક્યારેય પણ કલ્પના પણ નહોતી કરી. એક્ટ્રેસે પોતાની જિંદગીની એક એવી વાત જણાવી છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો.
કુબ્રા સૈતે જણાવ્યું કે લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તેને અબોર્શન કરાવવું પડ્યું હતું. એક્ટ્રેસ તે સમયે તેની જિંદગીમાં સાવ એકલી પડી ગઈ હતી. જોકે તેણે હિંમતથી આ લડાઈ લડી હતી. એક તરફ તેનું શરીર સાથ નહોતું આપી રહ્યું અને બીજી તરફ લોકોનો ડર તેને સતાવી રહ્યો હતો.
એક્ટ્રેસે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં તેણે આ મુદ્દે ખુલાસો કર્યો છે. વિરલ ભયાણી સાથે વાત કરતા કુબ્રા સૈતે પોતાની જિંદગીના સૌથી કઠોર નિર્ણયની વાત કરી. કુબ્રાએ જણાવ્યું કે અબોર્શન કરાવવું તેમના માટે સરળ ન હતું. સાથે જ એવું પણ કહ્યું કે આ ઘટનાને ઘણા વર્ષો થઈ ગયા છે. ઘટનાને લઈને વિચારવા અને તેમાંથી બહાર નીકળવા મને પર્યાપ્ત સમય મળ્યો છે.
વધુમાં તેણે એવું પણ કહ્યું એક સમયે જીવનમાં એવી ક્ષણ આવે છે કે તમે પોતાને સમસ્યામાં માનો છો. કારણકે તમારી સાથે તમારો વિશ્વાસ, તમારી જવાબદારી અને તમારી આસપાસની દુનિયા હોય છે. તમે જાણો છો કે તમારી જવાબદારીઓ શું છે. તમે જાણો છો કે સમાજ તમને કેવી રીતે દેખશે. જેથી તમે યોગ્ય અને અયોગ્ય વચ્ચે ફસાયેલા રહેશો તેવું તમને લાગશે.
સાથે જ એક્ટ્રેસે કહ્યું કે તે સમયે તમને ખબર નથી હોતી કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો તે સાચો છે કે નહીં. પરંતુ આજે હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહું છું કે મેં જે નિર્ણય લીધો તે મારા માટે યોગ્ય હતો. કારણકે મને ખબર છે કે જો મેં કોઈ ભૂલ કરી હોત તો ભગવાન મને જોતા હોત અને મારે પછી તે પરિણામોનો સામનો કરવો પડતો.
કુબ્રાએ ખુલાસો કરતા કહ્યું કે આ વસ્તુમાંથી બહાર આવતા તેને વર્ષો લાગી ગયા હતા. તેણે યાદ કર્યું કે વર્ષો બાદ એક પ્રોજેક્ટના શૂટિંગ સમયે તે પોતાની અસ્વસ્થ માનતી હતી. તેનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હતું અને તેનામાં ચિડિયાપણું આવી ગયું હતું. જોકે તેણે પોતાની આસપાસના લોકોને ક્યારેય તે જણાવ્યું નહીં જે તે અનુભવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે કુબ્રા સેત સેક્રેડ ગેમ્સ વેબસિરીઝથી ઘણી ચર્ચામાં આવી હતી. પોતાની પુસ્તક નોટ ક્વાઈટ એ મેમોયરમાં તેણે પોતાની જિંદગી સાથે જોડાયેલા દરેક અનુભવોને શેર કર્યા છે. એક્ટ્રેસે જણાવ્યું કે આ પુસ્તક લખતા સમયે તેને અનુભવ થયો કે પોતાના નિર્ણયો દયાળું રહેવું જોઈએ.