Akshay Kumar romance with sisters: અક્ષય કુમારે ફિલ્મી પડદે રોમાન્સ કર્યું છે કૃતિ અને નુપુર સેનન સાથે, બંને બહેનો સાથેની જોડી રહી છે ચર્ચામાં

Arati Parmar
By Arati Parmar 3 Min Read
Akshay Kumar romance with sisters: બોલિવૂડમાં એક એવા સુપરસ્ટાર કે જેમણે ફિલ્મી પડદે 2 સગી બહેનો સાથે રોમાન્સ કર્યો છે. આ બંન્ને બહેનોની જો વાત કરવામાં આવે તો તેમાંથી એક તો બોલિવૂડમાં ટોપની એક્ટ્રેસ છે. જેણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
આ બંન્ને બહેનોની વાત કરવામાં આવે તો તેમાંથી એક તો બોલિવૂડની ટોપની એક્ટ્રેસ કૃતિ સેનન છે અને તેની બહેન નુપુર સેનન પણ છે. આ બંન્ને બહેનો સાથે અક્ષય કુમારે ફિલ્મી પડદે રોમાન્સ કર્યો છે.
કૃતિ સેનને બોલિવૂડમાં શાહરુખ ખાન, વરુણ ધવન અને પ્રભાસથી લઈને એક્ટ્રેસ કાજોલ સાથે પણ કામ કર્યું છે. 2014માં કૃતિએ તેલુગૂ ફિલ્મ નેનોક્કડેનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ટાઈગર શ્રોફની ફિલ્મ હિરોપંતીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
શાહરૂખ ખાન સાથે કૃતિએ દિલવાલે અને સુશાંત સિંહ રાજપૂત સાથે તેણે રાબ્તા ફિલ્મમાં કામ કર્યું છે. સાથે જ મીમી ફિલ્મમાં તેણે પંકજ ત્રિપાઠી સાથે પણ કામ કર્યું છે. સેરોગસી પર બનેલી મીમી ફિલ્મને તો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો અને આ ફિલ્મમાં કૃતિની એક્ટિંગના સૌએ વખાણ કર્યા હતા.
કૃતિ ખુબ જ જલ્દી ધનુષ સાથે તેરે ઈશ્ક મે ફિલ્મમાં જોવા મળશે. જો તેની બહેન નુપુરની વાત કરવામાં આવે તો તેણે તેના કરિયરની શરૂઆત મ્યૂઝિક આલ્બમથી કરી હતી. બાદમાં 2023માં તેણે રવિ તેજા સાથે ટાઈગર નાગેશ્વર રાવ ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો.
નુપુર સેનની હિંદી ફિલ્મની વાત કરીએ તો તેણે નૂરાની સહેરા ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. જોકે તેને હજુ એ ફેમ નથી મળ્યો જે કૃતિએ તેની મહેનતથી હાંસલ કર્યો છે. પરંતુ તે પોતાના કરિયરમાં ઘણી મહેનત કરી રહી છે.જોકે નુપુર સેનન અને કૃતિ સેનનમાં એક વાત કોમન છે તે છે અક્ષય કુમાર. જી હા, 58 વર્ષના અક્ષય કુમાર સાથે બંન્ને બહેનો ફિલ્મી પડદે રોમાન્સ કરી ચુકી છે. એક ફિલ્મમાં તો બીજી તેમની સાથે ગીતમાં.
હાઉસફુલ 4 અને બચ્ચન પાંડે ફિલ્મમાં કૃતિ સેનન અને અક્ષય કુમારનો રોમાન્સ જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે બંન્ને વચ્ચે 23 વર્ષનું અંતર છે.
બીજી તરફ કૃતિ સેનની બહેન નુપુર સેનન અક્ષય કુમાર સાથે આલ્બમ ફિલહાલમાં કામ કરી ચુકી છે. બીપ્રાકના ગીતમાં બંન્નેની જોડી પસંદ કરવામાં આવી હતી અને આ ગીત હિટ સાબિત થયું હતું.
Share This Article