Dipashikha Nagpal bold scene: બોલિવૂડની એક એવી એક્ટ્રેસ કે જે છેલ્લા કેટલાય સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. આ એક્ટ્રેસે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. પોતાની સુંદરતાની સાથે આ એક્ટ્રેસ તેની એક્ટિંગને લઈને પણ ઘણી જાણીતી છે. જોકે આ એક્ટ્રેસ સાથે એક વાર કંઈક એવું થયું કે જેના કારણે તે હેરાન રહી ગઈ હતી. તેણે પોતાનાથી 45 વર્ષ મોટા એક્ટર સાથે એક ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા હતા જેને જોઈને તેની દીકરીએ સીડી તોડી કાઢી હતી.અમે વાત કરી રહ્યા છે એક્ટ્રેસ દીપશિખા નાગપાલની કે જેણે રાકેશ રોશનની એક ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મ 1997માં રિલીઝ થઈ હતી અને ફિલ્મનું નામ કોયલા હતું જેમાં શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત અને અમરીશ પુરી લીડ રોલમાં હતા.
દીપશિખાએ ફિલ્મ કોયલામાં અમરીશ પુરી સાથે બોલ્ડ સીન આપ્યા હતા. જેના કારણે તે સમયે તે ઘણી ચર્ચામાં આવી હતી. તેણે આ ફિલ્મમાં બિંદિયા નામની યુવતીનો રોલ પ્લે કર્યો હતો. કોયલા ફિલ્મમાં દીપશિખાએ અમરીશ પુરી સાથે જે બોલ્ડ સીન આપ્યા હતા તેના કારણે તેને લોકોએ ઘણી ટ્રોલ કરી હતી. આ જ કારણ હતું કે તે સમયે તે ઘણી ચર્ચામાં આવી હતી.
દીપશિખા નાગપાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેની દીકરીએ તે બોલ્ડ સીન જોયા ત્યારે તેણે તે ફિલ્મની સીડી તોડી નાખી હતી. બાદમાં તેણે તે સીનને લઈને સફાઈ આપી હતી. દીપશિખાએ જણાવ્યું કે તે સમયે તેણે વસ્ત્રો પૂરા નહોતા ઉતાર્યા, શોટ એટલો જ લેવામાં આવ્યો હતો. મારા હાથમાં કરજા હતા અને મને માત્ર ઉપરથી દર્શાવવામાં આવી હતી. જેથી લોકોને લાગે મેં એવો સીન શૂટ કર્યો છે. જોકે શૂટિંગ સમયે એવું ન હતું જેવું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું.
જો દીપશિખા નાગપાલના કરિયર વિશે વાત કરીએ તો તેણે કોયલા સિવાય સિર્ફ તુમ, બાદશાહ, દિલ્લગી, પાર્ટનર, બેતાજ બાદશાહ, ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય દીપશિખા નાગપાલે બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આ સિવાય દીપશિખા નાગપાલે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. જેમાં તેણે શક્તિમાન, સોનપરી, રામાયણ, સુરાગ અને સીઆઈડી જેવી સિરિયલોમાં કામ કર્યું છે.