સલમા આગાએ એક એવી ફિલ્મમાં કામ કર્યું હતું જે ફિલ્મ સામે એક સમયે ઘણા કેસ થયા હતા. જેના કારણે તે વિવાદોમાં આવી હતી. જોકે આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર મોટા પ્રમાણમાં કમાણી કરી હતી. આ ફિલ્મ બી.આર. ચોપડાના નિર્દેશ પર બની હતી.
સલમા આગાની સૌથી વિવાદીત ફિલ્મ નિકાહ હતી. આ ફિલ્મ તીન તલાકના સંવેદનશીલ મુદ્દા પર તે સમયે બની હતી. સાંભળીને તમને નવાઈ લાગશે કે ફિલ્મ સામે તે સમયે 34 કેસ થયા હતા. ફિલ્મમાં સલમા આગા, રાજ બબ્બર અને દીપક પરાશર લીડ રોલમાં હતા. ફિલ્મે તેના સમયમાં 125 ગણી કમાણી કરી હતી. જેના કારણે સલમા આગા આ ફિલ્મ પછી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જોકે સલમા રાજ કપૂરની ફિલ્મ હિનાથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની હતી. પરંતુ પરિવારના વિરોધને કારણે આવું ન થઈ શક્યું.
ફિલ્મ હિનામાં સલમા આગા ઋષિ કપૂરની અપોઝિટમાં હતી. જોકે તે સંબંધમાં ઋષિ કપૂરની બહેન થતી હતી અને પરિવારના વિરોધના કારણે તે પોતાના પિતરાઈ સાથે પડદા પર રોમાન્સ કરતા ખચકાઈ હતી. બાદમાં હિના ફિલ્મમાં જેબા બખ્તિયારને કાસ્ટ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ કપૂરના પાકિસ્તાન સાથે સંબંધ હતા જેના કારણે તે સલમા આગાના મામા થતા હતા.
સલમાની સુંદરતાને જોઈને સૌ ઘાયલ થઈ જતા હતા. એક્ટ્રેસનું નામ તે સમયે દરેક સાથે જોડાતું હતું. તેમના જીવનમાં પ્રેમ એક કે બે વાર નહીં પણ 4 વખત આવ્યો હતો. એક્ટ્રેસનો સૌથી પહેલા ન્યૂયોર્કના બિઝનેસમેન સાથે સંબંધ હતા. જોકે તેનો સંબંધ લાંબો સમય ન ટક્યો. બાદમાં તેની લાઇફમાં પાકિસ્તાની એક્ટર મહમૂદની એન્ટ્રી થઈ તેના સાથે પણ તેનો સંબંધ વધારે ન ટક્યો.
સલમા આગાની પર્સનલ લાઇફની વાત કરીએ તો એક્ટ્રેસને ભલે ફિલ્મી પડદે સફળતા ન મળી, પરંતુ તેના અંગત જીવનમાં પણ ઘણા દુ:ખ રહ્યા હતા. એક્ટ્રેસે 3 વાર લગ્ન કર્યા જોકે સાચો પ્રેમ ન મળ્યો. સલમાના પહેલા લગ્ન 1981માં પાકિસ્તાની એક્ટર જાવેદ શેખ સાથે થયા હતા. 6 વર્ષ બાદ બંન્નેના છૂટાછેડા થયા હતા.
બાદમાં સલમાની જિંદગીમાં ફરી પ્રેમ આવ્યો જેમાં તેણે પ્રખ્યાત સ્ક્વોશ ખેલાડી રહમત ખાન સાથે બીજા નિકાહ કર્યા જેના દ્વારા તેમને 2 સંતાન પણ થયા. જોકે તેની સાથે પણ તેમના છૂટાછેડા થઈ ગયા હતા.