– 1947થી જ આરબ દેશો સામે સંઘર્ષ શરૂ થયો હતો

newzcafe
2 Min Read

ઈઝરાયલે 75 વર્ષમાં 16 યુદ્ધો લડયા


ઈઝરાયલે 75 વર્ષમાં 16 યુદ્ધો લડયા


– 1947થી જ આરબ દેશો સામે સંઘર્ષ શરૂ થયો હતો


– 1948માં ઈજિપ્ત, જોર્ડન, ઈરાક, સીરિયા અને લેબેનોને ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારથી આરબ વર્લ્ડ સામે યુદ્ધનો સિલસિલો શરૂ થયો હતો


તેલ અવીવ : ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે ૭૫ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈઝરાયલને ૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપી તે સાથે જ એના અસ્તિત્વ સામે આરબ લીગે મોરચો ખોલ્યો હતો. ૧૯૪૮માં જ પહેલો જંગ ઈજિપ્ત, સીરિયા, જોર્ડન, લેબેનોન સામે થયો હતો. દાયકાઓથી ઈઝરાયલ આતંકવાદ સામે પ્રોક્સી વૉર લડી રહ્યું છે.


પેલેસ્ટાઈન સમર્થિત આતંકવાદી સંગઠન હમાસ સામે ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યું છે. આ ઈઝરાયલનું ૧૬મું યુદ્ધ છે. આરબ દેશો અને આતંકવાદી સંગઠનો સામે ઈઝરાયલ સતત ઝઝૂમતું રહે છે. અસ્તિત્વની શરૂઆત સાથે જ આ સિલસિલો શરૂ થયો હતો, જે હજુય વણથંભ્યો ચાલી રહ્યો છે. ઈઝરાયલને સૌથી પહેલો જંગ ઈજિપ્ત, જોર્ડન, સીરિયા, લેબેનોન સામે થયો હતો. એ પછી ૧૯૫૬માં સૂએઝ નહેરને લઈને આરબ દેશો સામે ફ્રાન્સ-બ્રિટને મોરચો માંડયો એમાં ઈઝરાયલ પણ જંગમાં ઉતર્યું હતું.


ત્યારબાદ ૧૯૬૭માં ઈઝરાયલ-આરબ વર્લ્ડ વચ્ચે છ દિવસનું યુદ્ધ થયું હતું, જે ઈતિહાસમાં સિક્સ ડે વોરના નામે જાણીતું છે. ૧૯૭૩માં પણ બંને પક્ષે જંગ જામ્યો હતો. ૧૯૮૨માં લેબેનોન યુદ્ધમાં ઈઝરાયલનો સામનો આરબ દેશો સાથે થયો હતો. ૨૦૦૬માં બીજાં લેબેનોન યુદ્ધમાં લેબેનોન આર્મીએ ઈઝરાયલ સામે ઓપરેશન લોંચ કર્યું હતું, જેનો જવાબ ઈઝરાયલી સૈન્યએ આપ્યો હતો. આરબ દેશો સામે ઈઝરાયલે છ વખત સુધી જંગ કર્યો હતો. તે સિવાયના ૧૦ યુદ્ધો પ્રોક્સી વોર સ્વરૂપે હતા.


પેલેસ્ટાઈન સમર્થિત હમાસ સામે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. લેબેનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયલને પરેશાન કરે છે એટલે ઈઝરાયલ આ બંનેનો સફાયો કરવા વારંવાર એરસ્ટ્રાઈક કરે છે. ઈસ્લામિક સ્ટેટ સામે પણ ઈઝરાયલી સૈન્યએ લડત આપી છે.

Share This Article