ED Summons Mahesh Babu: મહેશ બાબુને EDનું સમન્સ, મની લોન્ડરિંગ કેસમાં સુપરસ્ટાર મુશ્કેલીમાં

Arati Parmar
By Arati Parmar 1 Min Read

ED Summons Mahesh Babu: દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને EDએ સમન પાઠવી 27મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યો છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુની પૂછપરછ કરવામાં આવશે.

મહેશ બાબુની પૂછપરછ કેમ? 

- Advertisement -

પ્રાથમિક જાણકારી અનુસાર મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપની માટે વિજ્ઞાપનમાં કામ પણ કર્યું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ કંપનીઓએ મહેશ બાબુને બેન્ક ખાતા સિવાય રોકડા રૂપિયા પણ આપ્યા હતા.  આરોપ છે કે કંપનીઓએ મહેશ બાબુને અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. એવામાં EDના અધિકારીઓને આશંકા છે કે રિયલ એસ્ટેટ કંપનીએ કરેલી છેતરપિંડી અને આ રોકડ રકમનું કનેક્શન હોઈ શકે છે.

16મી એપ્રિલે કંપનીઓ પર દરોડા 

સૂત્રો અનુસાર થોડા દિવસ પહેલા જ આ કેસમાં EDએ બંને રિયલ એસ્ટેટ કંપનીઓના ઠેકાણા પર દરોડા પાડયા હતા. જુબલી હિલ્સ, બોવેનપલ્લી, સિકંદરાબદમાં પણ દરોડા પડ્યા હતા. સાઈ સૂર્યા ડેવલપર્સનો માલિક સતીશ ચંદ્ર ગુપ્તા પર ગ્રીન મિડોઝ નામના પ્રોજેક્ટમાં ચૂક થવાનો આરોપ છે જેમાં મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર હતો.

Share This Article