Dhanashree Verma: ધનશ્રીને છૂટાછેડા બાદ મળ્યો ‘જેકપોટ’, તેલુગુ ફિલ્મમાં રોલ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Dhanashree Verma: કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના સંબંધોનો અંત આવ્યો છે. એવામાં હવે યુઝવેન્દ્ર ચહલ આરજે મહવશને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. તો સામે ધનશ્રીના જીવનમાં પણ ખુશીઓ આવી ગઈ છે. ધનશ્રીને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે અને આ સાથે જ તે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે.

ધનશ્રી તેલુગુ ફિલ્મથી કરવા જઈ રહી છે ડેબ્યૂ 

- Advertisement -

ધનશ્રી વર્મા હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ ‘અકાશમ દાતી વાસ્તવ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

આ એક ડાન્સ આધારિત ફિલ્મ હશે. જેનું નિર્માણ દિલ રાજુ અને ફિલ્મનું દિગ્દર્શન શ્રી શશી કુમાર કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, આ અંગેની માહિતી ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Share This Article