Salim Merchant on Pahalgam Terror Attack: પહલગામ હુમલાની પૃષ્ઠભૂમિમાં ગુજરાતી સિંગરનું આલોચનાત્મક નિવેદન, “મને મુસ્લિમ હોવા પર શરમ આવે છે”

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Salim Merchant on Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો હતો. જેના કારણે દેશભરમાં આક્રોશ છે. તેમજ આ હુમલાને લઈને બોલિવૂડથી લઈને ક્રિકેટર્સ બધાએ આકરી નિંદા કરી છે. એવામાં હવે આ મામલે બોલીવૂડના પ્રખ્યાત ગુજરાતી સિંગર સલીમ મર્ચન્ટની પ્રતિક્રિયા સામે આવી છે.

પહલગામ હુમલા પર સલીમ મર્ચન્ટની પ્રતિક્રિયા 

- Advertisement -

મ્યુઝિક કમ્પોઝર અને પ્લેબેક સિંગર સલીમ મર્ચન્ટે પહલગામ હુમલા પર દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ઘટનાને લઈને સિંગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને હુમલાની કડક નિંદા કરી હતી.

- Advertisement -

ઇસ્લામ હિંસા નથી શીખવતું: સલીમ મર્ચન્ટ

આ હુમલા પર પોતાના વિચાર વ્યક્ત કરતા સિંગરે જણાવ્યું કે, ‘પહલગામમાં જે નિર્દોષ લોકોની હત્યા એ માટે થઈ કારણ કે તેઓ હિન્દુ હતા, મુસ્લિમ નહિ. શું આ હત્યારાઓ મુસલમાન છે? ના, તેઓ આતંકવાદી છે. કારણ કે ઇસ્લામ આવું નથી શીખવતું. કુરાન-એ-શરીફમાં સૂરહ અલ-બકરા, આયત 256 માં કહેવામાં આવ્યું છે કે ધર્મના મામલામાં કોઈ બળજબરી ન હોય. આવું કુરાન-એ-શરીફમાં લખવામાં આવ્યું છે.’

- Advertisement -

સિંગરે પીડિતો માટે કરી દુઆ

આ મામલે સલીમ મર્ચન્ટે વધુમાં કહ્યું કે, ‘મને મુસલમાન હોવા પર શરમ આવી રહી છે કે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. મારા નિર્દોષ ભાઈ-બહેનોને ખૂબ જ નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. માત્ર એટલા માટે જ કે તેઓ હિન્દુ છે. કાશ્મીરમાં રહેતા લોકો જે છેલ્લા ત્રણ વર્ષથી સામાન્ય જીવન જીવી રહ્યા હતા તેમના જીવનમાં ફરી એ જ સમસ્યા આવી. મને સમજાતું નથી કે હું મારું દુઃખ અને ગુસ્સો કઈ રીતે વ્યક્ત કરું. મારી સંવેદનાઓ તેમની સાથે છે.’

Share This Article