Abir Gulaal Banned in India: ફવાદ ખાનની “અબીર ગુલાલ” ભારતમાં રીલીઝ નહીં થાય, સરકારનો વિરોધ વચ્ચે નિર્ણય

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Abir Gulaal Banned in India: પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન 8 વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતાં, ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ ભારતીય ચાહકો ફવાદ ખાનના પાછા ફરવાથી ખુશ હતા, તો બીજી તરફ, રાજ ઠાકરેની પાર્ટી મનસેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ ફિલ્મને કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશે નહીં.

અબીર ગુલાલ ફિલ્મ ભારતમાં રિલીઝ નહિ થાય 

- Advertisement -

ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ હજુ સુધી એક મુશ્કેલીમાંથી બહાર નથી આવી ત્યાં મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, ‘પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.’

Share This Article