Jammu-Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના બડગામના ખાનસાહિબ તહસીલમાં દૂધપથરીના તંગનાર વિસ્તારમાં CRPF વાહન અકસ્માત નડ્યો હતો. CRPFનું વાહન રસ્તા પરથી લપસી ગયો અને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. સ્પેશિયલ ક્યુએટી સાઉથ શ્રીનગર રેન્જના નવ જવાનો ઘાયલ થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘાયલ જવાનોને શ્રીનગર આર્મી બેઝ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, મંગળવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાનસાહિબ તહસીલમાં દૂધપથરીના તંગનાર વિસ્તારમાં CRPFનું એક વાહન અકસ્માતમાં ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ વાહન અચાનક સંતુલન ગુમાવી દીધું, રસ્તા પરથી સરકી ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ઘણા CRPF જવાનો ઘાયલ થયા છે. ઘટના પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ સૈનિકોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિ હજુ સુધી જાણી શકાઈ નથી.