Seema Pahwa: 55 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છતાં ન્યાય મળ્યો નહિ, શું હવે ફિલ્મો છોડી દેશે જાણીતી અભિનેત્રી?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Seema Pahwa: દિગ્ગજ અભિનેત્રી સીમા પાહવા 5 દશકથી વધુ સમયથી ભારતીય સિનેમા જગતમાં છે. આ સમય દરમિયાન, તેમણે થિયેટરથી ટેલિવિઝન અને સિનેમાથી ઓટીટી સુધીની સફર જોઈ છે. સીમાને હંમેશા તેના અદ્ભુત અભિનય કૌશલ્ય માટે પ્રશંસા મળી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા વિષે વાત કરી હતી.

સીમા પાહવાએ બોલિવૂડ વિશે કહ્યું…

- Advertisement -

મીડિયા સાથેની વાતચીતમાં સીમાએ કહ્યું, ‘મને લાગે છે કે ટૂંક સમયમાં મારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નમસ્તે કહેવું પડશે. ઈન્ડસ્ટ્રીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અથવા મારે એમ કહેવું જોઈએ કે તેમણે ઈન્ડસ્ટ્રીના ક્રિએટીવ લોકોની હત્યા કરી છે. તે સંપૂર્ણપણે બિઝનેસમેનના હાથમાં આવી ગઈ છે. તેઓ બિઝનેસ માઈન્ડથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જીવંત રાખવા માંગે છે. આથી મને લાગતું કે અમારા જેવા જે લોકો વર્ષોથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તેઓ ટકી શકશે.’

TAGGED:
Share This Article