આ વખતે બજેટ પર પગારદાર વર્ગ રાખે છે આ 5 મોટી અપેક્ષા
Thursday, 26 January 2023
1લી ફેબ્રુઆરી,2023ના રોજ નાણાં પ્રધાન સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટથી પગારદાર વર્ગ કરદાતા રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે. આવક વેરા વિભાગની માહિતી પ્રમાણે વર્ષ 2022માં રજૂ કરવામાં આવેલ કુલ ITR પૈકી આશરે 50 ટકા પગારદાર વર્ગ દ્વારા ભરવામાં આવ્યા હતા. અલબત આ કરદાતાઓને આશા છે કે સરકાર બજેટ 2023માં તેમના કોઈને કોઈ ખાસ જાહેરાત કરી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ તરફથી તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગ ઉપર જે દબાવ પડી રહ્યો છે તેને તેઓ સારી રીતે સમજી શકે છે. તેમણે કહ્યું હતું કે સરકાર તેમના હિતમાં આગળ જતા પગલાં ભરશે.
કર મર્યાદામાં વધારો
મોંઘવારી ઘણી ઝડપથી વધી રહી છે. તેને લીધે લિવિંગ કોસ્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. નવી કર વ્યવસ્થા અંતર્ગત કરદાતાની રૂપિયા 2.5 લાખની આવક છૂટ મર્યાદા વધારવામાં આવે તેવી આશા રાખવામાં આવે છે અને આ મર્યાદાને 2.5 લાખથી વધારી રૂપિયા 5 લાખ થાય તેવી આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખ સુધીના વેતન પર 5 ટકા ટેક્સ આપવાનો રહે છે.
80C અંતર્ગત છૂટની મર્યાદા
આવક વેરાની કલમ 80C અંતર્ગત કરદાતાને પ્રત્યેક વર્ષ તેમના રોકાણ પર રૂપિયા 1.5 લાખની છૂટનો લાભ મળે છે. કરદાતાઓ આ રૂપિયા 1.5 લાખની મર્યાદા વધારવાની માગ કરી રહ્યા છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શન
આવક વેરાની કલમ 16 (IA) અંતર્ગત વેતનદાર વર્ગને રૂપિયા 50 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard deduction)ની મર્યાદા અંતર્ગત પ્રત્યેક વર્ષ છૂટ મળે છે. જે પગારદાર વર્ગને તેમને તેમા વધારો કરવામાં આવે તેવી આશા રાખવામાં આવે છે. પગારદાર વર્ગને આશા છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન સીમાને રૂપિયા 50 હજારની સીમાથી વધારવામાં આવી શકે છે અને તેને વધારીને રૂપિયા 75 હજાર કરવામાં આવી શકે છે.
રિટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ
સરકાર રિટાયરમેન્ટ પ્લાનમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના સંજોગોમાં મળનારી છૂટની મર્યાદાને વધારવામાં આવી શકે છે. આ સંજોગોમાં નોકરીયાત વર્ગ આશા રાખી રહ્યા છે.
હેલ્થ ઈન્સ્યોરન્સને લગતા ક્લેમ
વર્તમાન સમયમાં કલમ 80D અંતર્ગત હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમની સીમા રૂપિયા 25 હજાર છે. આ સીમાને વધારવામાં આવી શકે છે. આ સાથે એવી પણ આશા રાખવામાં આવે છે કે સરકાર આ મર્યાદાને રૂપિયા 25 હજારથી વધારીને રૂપિયા 50 હજાર કરી શકે છે. આ ઉપરાંત વૃદ્ધો માટે છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે. અને આ મર્યાદા રૂપિયા 50 હજારથી વધારીને રૂપિયા 75 કરવામાં આવી શકે છે.
