Indian Origin Anita Anand Appointed as Canada Foreign Minister: ગર્વની ઘડી: ભારતીય મૂળની અનીતા આનંદ બની કેનેડાની વિદેશ મંત્રી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Indian Origin Anita Anand Appointed as Canada Foreign Minister: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે (13 મે) પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, જેમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે.

ભારતીય મૂળના મહિલા વિદેશ મંત્રી

- Advertisement -

અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલાં હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી મામલાના પડકારનો સામનો કરી રહ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રૂડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનીતા આનંદને મેલાની જૉલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. મેલાનીને હવે ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા અનીતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી.

- Advertisement -

કેનેડાની જનતાનો જનાદેશ

આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે, કેનેડાના લોકોએ આ નવી સરકારને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે એક નવા આર્થિક અને સુરક્ષા સંબંધને વ્યાખ્યાયિત કરવા અને તમામ કેનેડાના લોકોને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા માટે જનાદેશ સાથે ચૂંટી છે. રાજા ચાર્લ્સ તૃતીય 27 મે ના દિવસે સંદને ફરી શરૂ કરવા પર કેનેડાની સરકારની પ્રાથમિકતાઓને રેખાંકિત કરતા ભાષણ આપશે.

- Advertisement -

કોણ છે અનીતા આનંદ?

અનીતા આનંદનો જન્મ કેંટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા-પિતા ફિઝિશિયન હતાં. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનીતાની બે બહેનો પણ છે.

Share This Article