Russia-Ukraine War Update: ડ્રોન હુમલાની છાયામાં શાંતિના પ્રયાસો: તુર્કીયેમાં પુતિન-ઝેલેન્સ્કી સામસામે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Russia-Ukraine War Update: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે હવે એર શાંતિ કરાર થવાની સંભાવના છે. રશિયાએ યુદ્ધ ખતમ કરવા સાથે જોડાયેલી વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી 15 મેના દિવસે તુર્કીયેના ઇસ્તાંબુલમાં શાંતિ વાર્તા માટે મળશે. તેમનું માનવું છે કે, આ બેઠકના સારા પરિણામ સામે આવી શકે છે.

બેઠકમાં મળશે સારા પરિણામઃ ટ્રમ્પ

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે 12 મેની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘મને લાગે છે કે, ગુરૂવારે તુર્કીયેમાં રશિયા અને યુક્રેન વચ્ચે થનારી બેઠકમાં સારા પરિણામ મળી શકે છે. મને લાગે છે કે, બંને દેશોના નેતા ત્યાં હશે. હું પણ ત્યાં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ, ગુરૂવારે મારી એક બીજી મીટિંગ પણ છે.’ જોકે, તેમણે સંભાવના વ્યક્ત કરી કે, આ બેઠકમાં સામેલ થવા તે તુર્કીયે જઈ શકે છે.

ગુરૂવારની બેઠક મહત્ત્વપૂર્ણઃ ઝેલેન્સ્કી

- Advertisement -

યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, હું ઇસ્તાંબુલ જઇશ અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન ત્યાં મળવાનો પડકાર ફેંક્યો. રશિયાના વિદેશ મંત્રાલયે આ વાતનો કોઈ સંકેત નથી આપ્યો કે, પુતિન આ પ્રસ્તાવને સ્વીકાર કરશે કે નહીં. જોકે, ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘રશિયા અને યુક્રેન વચ્ચે ગુરૂવારની બેઠક ખૂબ જ મહત્ત્વની છે. હું તેના પર ખૂબ જ ભાર મૂકુ છે. મને લાગે છે કે, તેના સારા પરિણામ આવશે. હું ટ્રમ્પના વિચારોનું સ્વાગત કરૂ છું અને ટ્રમ્પના તુર્કીયેની બેઠકમાં સામેલ થવાના વિચારનું સમર્થન કરૂ છું.’

યુક્રેન પર 100 ડ્રોન હુમલા

- Advertisement -

યુક્રેનની વાયુસેનાએ સોમવારે કહ્યું કે, ‘રશિયાએ રાત્રે હુમલામાં યુક્રેન પર 100થી વધારે શાહેદ અને ડિકૉય ડ્રોન હુમલા કર્યા હતાં. રશિયાએ આ હુમલો ત્યારે કર્યો છે, જ્યારે ક્રેમલિને 30 દિવસ બાદ યુદ્ધવિરામને પ્રભાવી રૂપે નકારી દીધું.’ યુક્રેનના સૈન્ય જનરલ સ્ટાફે કહ્યું કે, ‘સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી જ્યારે યુદ્ધવિરામ લાગુ થઈ શકતુ હતું, ત્યારથી અડધી રાત સુધીમાં રશિયન સેના સાથે 133 ઝડપ થઈ ચુકી હતી.’

યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર પ્રદર્શન

યુક્રેન અને પોલેન્ડના અધિકારીઓએ કહ્યું કે, પોલિશ પ્રદર્શનકારીઓએ સોમવારે મુખ્ય બોર્ડર ક્રોસિંગમાંથી એકને અવરોધિત કર્યું હતું. આ 2023ના વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, જ્યારે પોલેન્ડને યુક્રેની કૃષી આયાત અને પરિવહન કંપનીઓને અન્યાયી સ્પર્ધાનો દાવો કર્યો હતો. મૂળ વિરોધ ત્યારે શરૂ થયો હતો જ્યારે રશિયાના આક્રમણના જવાબમાં યુરોપીયન યુનિયને યુક્રેની ટ્રાન્સપોર્ટરો પર સીમા પાર સંચાલનના પ્રતિબંધો દૂર કર્યા હતાં.

Share This Article