Google Gemini On All Platform: ગૂગલ જેમિની હવે દરેક પ્લેટફોર્મ પર, વોચથી કાર સુધી AIનો વિસ્તાર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Google Gemini On All Platform: ગૂગલ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના AIને હવે સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી અને કારમાં પણ સમાવિષ્ટ કરવામાં આવશે. ગૂગલ દ્વારા પોતાના AIને હવે દરેક પ્લેટફોર્મ પર લાગુ કરવાની કોશિશ થઈ રહી છે. છેલ્લા થોડા મહિનાથી ગૂગલ દ્વારા દરેક એન્ડ્રોઇડ ફોનમાં જેમિની AIનો સમાવેશ કરવા માટે કામ ચાલી રહ્યું હતું.

જોકે ગૂગલ દ્વારા હાલમાં જ ‘એન્ડ્રોઇડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ગૂગલે જણાવ્યું હતું કે તેઓ હવે જેમિની AIને સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી, એન્ડ્રોઇડ ઓટો અને એન્ડ્રોઇડ XRમાં પણ સમાવી રહ્યા છે. ગૂગલ તરફથી આ ખૂબ જ મોટો પગલું છે, કેમ કે AI હવે માત્ર સ્માર્ટફોન સુધી મર્યાદિત નહીં રહી, પરંતુ દરેક પ્લેટફોર્મ પર ઉપસ્થિત થશે. ગૂગલ તેની 2025ની ઇવેન્ટની તૈયારી કરી રહ્યું છે, ત્યારે જ આ સમાચાર આવતા, બધાની નજર હવે ઇવેન્ટ પર છે.

- Advertisement -
Share This Article