આજે પણ વર્જિનિટી ટેસ્ટના નામે અહીં યુવતીઓ સાથે અત્યાચાર આચરાય છે.
Tuesday, 06 September 2022
એકવીસમી સદી કે જે જ્ઞાન યુગ છે અને અહીં દરેક ક્ષેત્રે આપણે ખુબ જ પ્રગતિ સાધી છે. પરંતુ દેશના કેટલાય હિસ્સાઓમાં આજેપણ પરંપરાઓને નામે સ્ત્રીઓ પર જુલ્મ કરવામાં આવે છે. સ્ત્રીઓને ડાકણ મણિ તેને મારી નાખવાની ઘટનાઓ પણ કેટલાક રાજ્યોના છેવાડા ના ગામોમાં બને છે. ત્યારે આવી જ એક ઘટના કૌમાર્યના નામે રાજસ્થાનના ભીલવાડામાં બની હતી.
બાદ વર્જિનિટી ટેસ્ટના નામે સાસરિયાઓએ કન્યાને ઘરમાંથી કાઢી મૂકી. એટલું જ નહીં, ગામની ખાપ પંચાયતે યુવતીના પરિવારના સભ્યો પર 10 લાખનો દંડ પણ લગાવ્યો હતો. હવે પરિવાર દંડની આટલી મોટી રકમ ભરવા માટે અસમર્થ હોવાથી તેના પરિવારજનોને હેરાનગતિ થઈ રહી છે. મામલો ભીલવાડા જિલ્લાના બાગોર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. બગૌર પોલીસ સ્ટેશનના પ્રભારી અયુબ ખાને આ મામલે માહિતી આપી છે.
ભીલવાડા શહેરમાં રહેતી 24 વર્ષની યુવતીના લગ્ન 11 મે 2022ના રોજ બાગોરમાં થયા હતા. લગ્ન બાદ સમાજમાં પ્રચલિત દુષ્ટ પ્રથા હેઠળ તેની વર્જિનિટી ટેસ્ટ કરાવવામાં આવી હતી. આ અંગે તેણીએ સાસરિયાઓને જણાવ્યું કે લગ્ન પહેલા પિયરમાં તેની પાડોશમાં રહેતા યુવકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. તેના જવાબથી તેના સાસરિયાઓ સંતુષ્ટ ન હતા.
શુદ્ધિકરણના નામે દસ લાખનો દંડ
યુવતીના સાસરિયા પક્ષ તરફથી સમાજની ખાપ પંચાયતને બાગોર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદુ માતાના મંદિરે બોલાવવામાં આવી હતી. પંચાયતમાં યુવતીના પક્ષના લોકોએ 18 મેના રોજ ભીલવાડાના સુભાષનગર પોલીસ સ્ટેશનમાં તેના પર થયેલા બળાત્કારની જાણ પણ કરી હતી. તે સમયે પંચાયતમાં કોઈ નિર્ણય આપવામાં આવ્યો ન હતો. 31 મેના રોજ બેઠેલી પંચાયતે ફરીથી વિધિ અને શુદ્ધિકરણના નામે પેહર પક્ષ પર દસ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.પોલીસે આ મામલે તપાસ કરતાં માહિતી મળી હતી
યુવતીના પરિવારે ખાપ પંચાયતના આ તુઘલકી ફરમાન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નાયબ પોલીસ અધિક્ષકને તપાસમાં મામલો સાચો જણાયો હતો. આ પછી, ભીલવાડા જિલ્લાની બાગોર પોલીસે હવે કેસ નોંધ્યો છે. આ મામલામાં તપાસ અધિકારી, મંડલના નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્ર કુમારે કહ્યું કે પીડિત પરિવારના સભ્યોના રિપોર્ટ બાદ તપાસ માટે આ મંદિરમાં પંચાયત બોલાવવામાં આવી હતી. પૂજારી અને સમાજના અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા, જેમાં ખુલાસો થયો હતો કે લગ્ન બાદ બળાત્કાર પીડિતા કુકડી પ્રથામાંથી પસાર થઈ શકતી નથી. જેના કારણે તેના પરિવારના સભ્યો પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની રકમ માટે છેલ્લા 5 મહિનાથી પીડિતા પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
પહેલા પીડિતાના સાસરિયાંમાં દીકરીએ આત્મહત્યા કરી
આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આજે પણ કેટલાક સમાજોમાં પ્રવર્તતી ગેરરીતિઓને કારણે ઘણી દીકરીઓની જિંદગી બગડી ગઈ છે. ઘણી જગ્યાએ આ કુપ્રથાના ત્રાસથી આપઘાતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અગાઉ આ યુવતીના સાસરિયાંમાં એક પુત્રીએ આ કુપ્રથાથી ત્રાસીને આપઘાત કરી લીધો હતો.પત્નીને મનપસંદ ભોજન ન રાંધે તો મારી નાખવામાં આવતી હતી હત્યા, 70 વર્ષનો વૃદ્ધ હત્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો
પરંપરા હેઠળ, કૌમાર્ય પરીક્ષણ માટે લગ્ન પછી, વર અને કન્યાના લગ્ન સમયે, પરિવારના સભ્યો પલંગ પર સફેદ ચાદર નાખવાની સાથે કાચા સૂતરનો બોલ (કુકડી) રાખે છે. આ કુકડી અને સફેદ ચાદર પર લોહીના ડાઘ જોવામાં આવે છે . અને તેના થકી કન્યા વર્જિનિટી ટેસ્ટ પાસ કરે છે, જે પરિવારના સભ્યો દ્વારા જોવામાં આવે છે. જો આવું ન થાય તો, વરરાજા કન્યા પર ચારિત્ર્યહીન હોવાનો આરોપ મૂકે છે અને પછી તેણીના અગાઉના સંબંધોની માહિતી લીધા પછી તેણીને મારપીટ કરે છે અને દંડ ફટકારે છે. અત્યારે પણ આ પ્રથા એવા સમાજોમાં પ્રચલિત છે જે સમય જતાં સામાજિક ગુનાઓમાં સંડોવાયેલા છે.
