PM Modi Road Show in Kutch : PM મોદીનો ભુજમાં ભવ્ય રોડ શો અને 53 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

Arati Parmar
By Arati Parmar 8 Min Read

PM Modi Road Show in Kutch : ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી. ત્યારબાદ હવે પીએમ મોદી ભુજ પહોંચ્યા છે. જ્યાં તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

કચ્છી ભાષામાં કરી સંબોધનની શરૂઆત

- Advertisement -

પીએમ મોદીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરી હતી. ”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ”કચ્છની પાવન ધરતી પર બિરાજમાન માતાના આશીર્વાદ આપણી બધી મનોકામનાઓ પૂરી કરે છે. માતાએ હંમેશા આ ધરતી પર કૃપા વરસાવી છે. સાથીઓ, મારો અને કચ્છનો નાતો જૂનો છે, તમારો પ્રેમ એટલો છે કે હું કચ્છ આવવાથી મારી જાતને રોકી શકતો નથી. જ્યારે હું રાજકારણમાં નહોતો, સત્તા સાથે કોઈ લેવાદેવા ન હતું ત્યારે પણ હું સતત કચ્છ આવતો હતો. મને ખૂણેખૂણે જવાનો મોકો મળ્યો.”

ભુજમાં પીએમ મોદીએ યોજ્યો રોડ શો

- Advertisement -

PM મોદીએ ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. જ્યાં રસ્તામાં પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 53,414 કરોડના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. PM મોદી સભા સ્થળે પહોંચી ગયા છે, જ્યાં હવે તે સભાને સંબોધશે. ત્યારબાદ અમદાવાદ માટે રવાના થશે, અમદાવાદમાં રોડ શોનું આયોજન કરાયું છે.

ગુજરાતમાં વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત

- Advertisement -

ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.

દાહોદમાં પીએમ મોદીએ સભા સંબોધી

વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ’2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે, કોઇ ખોટ રાખી નથી. તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું. દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.’

કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે

દાહોદમાં વિવિધ યોજનાઓની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. જેમાં સૌથી શાનદાર દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી છે. 3 વર્ષ પહેલાં હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો, કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે. તેઓ કહેતા હતા કે ચૂંટણી આવી તો મોદીજીએ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો, કંઈ બનવાનું નથી. તેઓ આવું કહેતા હતા, પરંતુ આજે ત્રણ વર્ષ પછી આપણે બધા જોઈ રહ્યા છીએ. આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે.

ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે

ઉત્પાદનની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે આપણે 140 કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જરૂરી છે તે ભારતમાં જ બનાવીએ. ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે સ્માર્ટ ફોનથી લઈને વાહનો, રમકડાં, લશ્કરી શસ્ત્રો અને દવાઓ જેવી વસ્તુઓ વિશ્વભરના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ. ભારતમાં આજે આધુનિક ગાડીઓ દોડી રહી છે. તેનું એક મોટું કારણ નવી ટેક્નોલોજી અને આપણા દેશની યુવા પેઢી છે.’

ઓપરેશન સિંદૂર વિશે પીએમ મોદી શું કહ્યું?

આ વિસ્તાર માં ભારતીની માનવતાની રક્ષા માટે આપણા તપ અને ત્યાગને દર્શાવે છે. વિચારો જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ જે કર્યું, શું ભારત ચૂપ બેસી શકે? શું મોદી ચૂપ બેસી શકે?

ઓપરેશન સિંદૂર કોઈ સૈન્ય કાર્યવાહી નથી. આ આપણા ભારતીયોના સંસ્કારો, આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદીનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે. બાળકોની સામે પિતાને ગોળી ધરબી દીધી. આજે પણ તે તસવીરો જોઈએ છીએ તો લોહી ઉકળી ઉઠે છે. આ 140 કરોડ ભારતીયોને પડકાર હતો, તેથી મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવકની જવાબદારી સોંપી.

મોદીજીએ પોતાની ત્રણેય સેનાઓને ખુલ્લી છૂટ આપી અને આપણી સેનાએ તે કરી બતાવ્યું જે દુનિયાએ છેલ્લા ઘણા દાયકાઓથી જોયું ન હતું. અમે સરહદ પાર ચાલી રહેલા આતંકના નવ સૌથી મોટા આતંકી ઠેકાણાં, તેમને શોધી કાઢ્યા. હિસાબ-કિતાબ પાક્કો કરી લીધો અને 22 તારીખે જે ખેલ ખેલાયો હતો, છ તારીખની રાત્રે 22 મિનિટમાં અમે તેમને માટીમાં મિલાવી દીધા. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ દુસ્સાહસ બતાવ્યું તો આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી.

ભાગલા વખતે અલગ થયેલા પાકિસ્તાનનું એકમાત્ર લક્સ્ય ભારત સાથે દુશ્મની અને નફરત છે પરંતુ ભારતનું લક્ષ્ય પોતાને વિકસિત બનાવવાનું, ગરીબી દૂર કરવાનું અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની છે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

– દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બન્યું, એ જ નવતર લાગે.

– છેલ્લા 10-11 વર્ષોમાં ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું.

– મેટ્રોનું વિસ્તરણ થયું છે, જ્યારે સેમિ હાઇસ્પીડ રેલવે પણ વિકસી રહી છે.

– દેશમાં લગભગ 70 રૂટ પર વંદેભારત ટ્રેન ચાલી રહી છે.

– દાહોદ માટે મે જે સપનાં જોયા છે તે આજે સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

– ભારતમાં આદિવાસી જિલ્લો કેવી રીતે વિકાસ પામે તેનું મોડેલ જોવું હોય તો દાહોદ આવે.

દાહોદમાં 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું

દાહોદમાં વડાપ્રધાન મોદીએ 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું. આ ઉપરાંત આણંદ – ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂ. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કર્નલ સોફિયા કુરેશીના અને શહીદ થયેલા આઠ જવાનોના પરિવાર પણ યાત્રામાં જોડાયા

વડોદરામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત–સન્માન કરવા માટે યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો જોડાયા હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા.

શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નીરવ સોનીના પરિવાજનો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.23 હજાર કરોડથી વધુના મૂલ્યના વિકાસ યોજનાઓનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું.

Share This Article