AI 171 Plane Crash Ahmedabad: અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.પૂર્વ CM વિજય રૂપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મુસાફરી કરતા હતા…
ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી
ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી
ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ફોન કરી સૂચના આપી
મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે.
યુદ્ધના ધોરણે કામગીરી કરવા મુખ્યમંત્રીની સૂચના
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.
પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી
તમામ મૃતદેહ સળગેલી હાલતમાં છે. પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી. ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. લોકોના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી.
અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

