સુરતઃ પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવામાં આવતી દારૂની 12 હજાર બોટલો ઝડપાઈ.
ઈચ્છાપોરમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લાવવામાં આવતા દારૂ સાથે 2ની ધરપકડ, 3 વોન્ટેડ
સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરનારાઓ અવારનવાર સસ્તા કેમિકલનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરતા હોય છે. ઈચ્છાપોર વિસ્તારમાંથી પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.
પ્લાસ્ટિક વેસ્ટની આડમાં વહન કરવામાં આવતો દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 12000 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. ઇચ્છાપોર પોલીસે ભાટપોર ગામ નજીકથી દારૂ ઝડપ્યો છે.12 લાખના દારૂ સહિત રૂ.27 લાખનો મુદામાલ કબજે કરાયો છે.
પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. દારૂની ખરીદી કરીને મોકલનાર વ્યક્તિ સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. ત્યારે પોલીસ દ્વારા આરોપી અને દારૂ મોકલનાર અને મેળવનાર શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
