ફ્રાન્સના એનેસી શહેરમાં બાળકો પર ચાકુથી હુમલો, ઘણા ગંભીર રીતે ઘાયલ

newzcafe
1 Min Read

ફ્રાન્સના એનેસી શહેરમાં બાળકો પર ચાકુથી હુમલો, ઘણા ગંભીર રીતે ઘાયલ


ફ્રેંચ શહેર એનેસીના એક પાર્કમાં એક છરીધારીએ કેટલાક બાળકો પર હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ચાર બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. ફ્રાન્સની પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટના અમાનવીય છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. 


 


આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં હુમલાખોર ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું હતું કે હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાર્ડ ડારમેનિને જણાવ્યું હતું કે હુમલાખોર માર્યો ગયો છે.

Share This Article