Mahima Chaudhry viral video: મહિમા ચૌધરીના ‘લગ્ન’ના વાયરલ વીડિયો પર ખુલાસો — જાણો સાચી હકીકત

Arati Parmar
2 Min Read

Mahima Chaudhry viral video: બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ તેમના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. ગત અઠવાડિયે મહિમા ચૌધરી સીનિયર એક્ટર સંજય મિશ્રા સાથે દુલ્હનના જોડામાં નજર આવી હતી. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વાઈરલ ક્લિપે ઘણા લોકોને મૂંઝવણમાં મૂકી દીધા હતા. લોકો વિચારમાં પડી ગયા કે શું ખરેખર 52 વર્ષની વયે મહિમા ચૌધરીએ બીજા લગ્ન કર્યા ? પરંતુ વાસ્તવમાં આ બધુ તેમની ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ માટે હતું. વાસ્તવમાં અભિનેત્રીએ કોઈ બીજા લગ્ન નથી કર્યા.

વાઈરલ વેડિંગ વીડિયો પર અભિનેત્રીએ આપ્યો જવાબ 

હવે તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈમાં તેની દીકરી સાથે સ્પોટ થઈ હતી, જ્યાં તે પાપારાઝી સાથે વાત કરતી નજર આવી. પાપારાઝીઓએ તેને કહ્યું કે તમારો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. મહિમાએ સ્મિત સાથે વીડિયો પર રિએક્ટ કર્યું અને બધાને ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ફિલ્મ જોવા માટે કહ્યું. અભિનેત્રીનું સ્મિત દર્શાવે છે કે તે ફિલ્મનું પ્રમોશન કરવામાં સફળ રહી છે. મહિમાના હાસ્ય અને હાવભાવે ચાહકોના દિલ જીતી લીધા. મહિમા અને સંજય મિશ્રાને દુલ્હા-દુલ્હનના જોડામાં જોઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા હતા. મહિમાએ પાપારાઝીઓને પૂછ્યું હતું કે, તમે લગ્નમાં તો ન આવ્યા, પરંતુ થોડી મિઠાઈ તો ખાઈ લો.

લોકોનું કન્ફ્યૂઝન દૂર થયું

બીજી તરફ જ્યારે પાપારાઝીએ બંનેને બીજા લગ્ન માટે અભિનંદન પાઠવ્યા તો સંજય મિશ્રાએ તેમનો આભાર માન્યો. જેના કારણે લોકોનું કન્ફ્યૂઝન વધી ગયુ હતું, જે હવે દૂર થઈ ગયું છે.

Share This Article