Hrithik Roshan Hollywood: હૃતિક રોશન હોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર!

Arati Parmar
1 Min Read

Hrithik Roshan Hollywood: અભિનય બાદ અભિનેતા હૃતિક રોશન હવે દિગ્દર્શનની દુનિયામાં પોતાનું કૌશલ્ય બતાવશે. તાજેતરમાં જ તેના પિતા અને દિગ્દર્શક રાકેશ રોશને જાહેરાત કરી હતી કે, હૃતિક રોશન ‘ક્રિશ-૪’નું નિર્દેશન સંભાળશે. આ કારણે તેના ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. બીજી તરફ હૃતિક રોશન તેની આગામી ફિલ્મ વૉર-ટુ ને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન તેના હોલિવૂડમાં કામ કરવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે અભિનેતાએ પોતાની વાત સ્પષ્ટ કરી છે.

તાજેતરની એક ઈવેન્ટ દરમિયાન હૃતિક રોશને બ્રિટીશ અમેરિકન ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન સાથે કામ કરવી ઈચ્છા વ્યક્ત કરી હતી. હૃતિક રોશનના ચાહકો પણ ઈચ્છે છે કે તેમના ફેવરિટ અભિનેતાની આ ઈચ્છા જલદી પુરી થાય. હિન્દી સિનેમામાં ૨૫ વર્ષ પૂર્ણ કરવા પર એટલાન્ટામાં તેમના યુએસએ પ્રવાસ દરમિયાન હૃતિકે પોતાની હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

- Advertisement -

એકેડેમી એવોર્ડ વિજેતા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની પ્રશંસા કરતા હૃતિકે કહ્યું કે તે તેના પ્રિય નિર્દેશક છે.

અભિનેતાએ આ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર સાથે આગામી વૉર-ટુમાં કામ કરશે. જુનિયર એનટીઆર એક શાનદાર અભિનેતા છે અને તે એક ઉમદા મિત્ર પણ છે.

Share This Article