Griha Pravesh Vastu: ગૃહ પ્રવેશના વાસ્તુ નિયમો: ભૂલથી પણ આ ૩ દિવસોમાં નવા ઘરમાં પ્રવેશ ન કરવો! ખોટા દિવસે પ્રવેશ કરવાથી ઘરમાં વધી શકે છે નકારાત્મકતા

Arati Parmar
2 Min Read
Griha Pravesh Vastu: વાસ્તુ શાસ્ત્ર આપણાં ઘરની એનર્જી અને સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલા હોય છે. આ એક એવું પ્રાચીન વિજ્ઞાન છે જેમાં ઘર સાથે જોડાયેલ અનેક નિયમો બતાવવામાં આવ્યા છે. આ માટે ઘરનો ખૂણેખૂણો વાસ્તુ અનુસાર હોવો ખૂબ જરૂરી છે. આ સાથે તમે જ્યારે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે વાસ્તુનું અનેક ઘણું મહત્ત્વ રહેલું હોય છે. ગૃહ પ્રવેશની તિથિ, દિવસ અને શુભ મુહૂર્તને લઈને વાસ્તુનાં નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ નિયમોનું પાલન તમે કરતા નથી તો ઘરનો માહોલ ખરાબ થઈ શકે છે. આમ, જો તમે ખોટા દિવસે ગૃહ પ્રવેશ કરો છો તો નકારાત્મકતા વધી શકે છે. તો જાણો ગૃહ પ્રવેશ કયા દિવસોમાં ન કરવો જોઈએ?

આ દિવસે ગૃહ પ્રવેશ કરવાનું ટાળો

શાસ્ત્ર અનુસાર તમે શુભ દિવસોમાં ગૃહ પ્રવેશ કરીને પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં બરકત થાય છે. આ સાથે દરેક વ્યક્તિનાં જીવનમાં સકારાત્મક અસર પડી શકે છે. શાસ્ત્રોનું માનીએ તો મંગળવાર, શનિવાર અને રવિવારનાં રોજ ભૂલથી પણ ગૃહ પ્રવેશ કરવો જોઈએ નહીં. માનવામાં આવે છે કે આ દિવસોમાં તમે ગૃહ પ્રવેશ કરો છો તો આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારનાં દિવસે તમે ગૃહ પ્રવેશ કરો છો તો શુભ માનવામાં આવે છે.

દિવસ કે રાત્રે, ક્યારે ગૃહ પ્રવેશ કરવો જોઈએ?

જો કે અનેક લોકોનાં મનમાં એ સવાલ થાય છે કે રાત્રે ગૃહ પ્રવેશ થઈ શકે કે નહીં. આમ, આ વાતને લઈને તમે પણ ચિંતામાં છો તો જાણો અહીં જવાબ. આમ, તમે સવારનાં સમયે પૂજા કરીને ગૃહ પ્રવેશ કરો છો તો શુભ માનવામાં આવે છે, પરંતુ તમારી પાસે સમયનો અભાવ છે અને તમે રાત્રે ગૃહ પ્રવેશ કરવાનું વિચારી રહ્યાં છો તો કંઈ ખોટું નથી, પરંતુ શાસ્ત્રો અનુસાર સવારનાં સમયે ગૃહ પ્રવેશ કરો છો તો ઉત્તમ છે. આમ, જો તમે નવું ઘર લીધું છે અને ગૃહ પ્રવેશ કરવા ઈચ્છો છો તો આ માહિતી તમને કામમાં આવી શકે છે. આ સાથે તમે વિધિસર પૂજા કરીને ગૃહ પ્રવેશ કરો છો તો સૌથી ઉત્તમ છે.
Share This Article