Post Office Monthly Income Scheme: ગેરેન્ટેડ માસિક આવક: પોસ્ટ ઓફિસની MIS યોજનામાં ૭.૪% વ્યાજ સાથે દર મહિને હજારો રૂપિયા કમાઓ!

Arati Parmar
3 Min Read
Post Office Monthly Income Scheme:  આ યોજનામાં વર્તમાનમાં વાર્ષિક 7.4 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. આ એક આકર્ષક વ્યાજ દર માનવામાં આવે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. એક વ્યક્તિ મહત્તમ 9 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે.
એક્સપર્ટે કહે છે કે, રોકાણ કરો અને લાંબા સમયમાં મોટો ફાયદો મેળવો. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, રૂપિયા ક્યાં રોકવા? સરકારી યોજનાઓ, બોન્ડ કે બેંક ડિપોઝીટ સ્કીમ આપણને ગેરેન્ટેડ રિટર્ન આપે છે. આમાં આપણા રૂપિયાની સુરક્ષા મળે છે.
પોસ્ટ ઓફિસ સામાન્ય જનતા માટે ઘણા પ્રકારની બચત યોજનાઓ ચલાવે છે. તેમાંથી જ એક યોજના છે- માસિક આવક સ્કીમ. આ યોજનાની વિશેષતા એ છે કે, તમારે આમાં માત્ર એક વખત રૂપિયા જમા કરાવવાના હોય છે અને ત્યારબાદ દર મહિને તમારા ખાતામાં નિશ્ચિત વ્યાજ આવતું રહેશે.
વર્તમાનમાં આ MIS યોજનાને વ્યાજ દર 7.4 ટકા પ્રતિ વર્ષ છે. આ એક બહુ જ આકર્ષક વ્યાજ દર છે. આમાં તમે 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને મહત્તમ 9 લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો.
જો તમે 9 લાખ રૂપિયાથી વધારેનું રોકાણ કરવા માંગો છો, તો તેના માટે પણ સુવિધા છે. તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસની MIS યોજના હેઠળ, જોઈન્ટ ખાતામાં મહત્તમ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ ખાતામાં ત્રણ સુધી વ્યક્તિ સામેલ થઈ શકે છે.
આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો હોય છે. MIS યોજનામાં તમે એક વખત રૂપિયા જમા કરો છો અને ત્યારબાદ પૂરા 5 વર્ષ સુધી દર મહિને નક્કી વ્યાજની રકમ સીધા તમારા બેંક ખાતામાં જમા થતી રહે છે. પાંચ વર્ષ પૂરા થયા બાદ, તમારી જમા કરવામાં આવેલા મૂળ રકમ તમને પરત મળી જશે.
ઉદાહરણ તરીકે, જો તમે અને તમારા જીવનસાથીએ મળીને એક જોઈન્ટ એકાઉન્ટ ખોલ્યું અને તેમાં 4,00,000 રૂપિયા જમા કર્યા, તો વર્તમાન 7.4 ટકા વ્યાજ દરના હિસાબથી તમને દર મહિને 2,467 રૂપિયાની નિશ્ચિત આવક મળશે.
જો તમે આ યોજનામાં ખાતુ ખોલાવવા માંગો છો, તો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. જો તમારી પાસે આ ખાતુ નથી, તો તમારે પહેલા એક બચત ખાતુ ખોલાવવું પડશે. ત્યારબાદ જ તમે માસિક આવક યોજનામાં રોકાણ કરી શકશો.
પોસ્ટ ઓફિસની બધી યોજનાઓમાં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોસ્ટ ઓફિસ ભારત સરકારના નિયંત્રણ હેઠળનો એક સરકારી વિભાગ હોવાથી, તમારી થાપણો વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
Share This Article