UPI Payment Failed થાય તો પૈસા ક્યારે પાછા મળે? જાણો સંપૂર્ણ નિયમ અને પ્રક્રિયા

Arati Parmar
2 Min Read

UPI Payment Failed: આજના સમય માં ડિજિટલ ટ્રાન્જેક્શન ખૂબ વધી ગયું છે અને ખાસ કરીને UPI Payment Failed જેવી પરિસ્થિતિ ઘણી વાર લોકો માટે મુશ્કેલી ઉભી કરે છે. ઘણી વાર ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પણ પેટેમેન્ટ સફળ નથી થતું. તો આવી પરિસ્થિતિ માં તમારા પૈસા ક્યારે પાછા મળે છે અને શું પ્રક્રિયા ફોલો કરવી તે અહીં સંપૂર્ણ વિગત સાથે જાણો.

UPI પેમેન્ટ ફેલ કેમ થાય છે?

- Advertisement -

ઘણાં કારણોસર UPI ટ્રાન્જેક્શન અટકી શકે છે:

ઇન્ટરનેટ કનેક્શન નબળું હોવું

- Advertisement -

બેંક અથવા UPI સર્વર ડાઉન હોવું

બેંક સર્વર પર વધુ લોડ

- Advertisement -

સિસ્ટમમાં ટેક્નિકલ ખામી

આવા કારણે ટ્રાન્જેક્શન ફેલ થતું હોય છે અને પૈસા તાત્કાલિક પરત નથી આવતા.

પૈસા કેવી રીતે અને ક્યારે પાછા મળે?

જો UPI ટ્રાન્જેક્શન ફેલ થાય તો 24 થી 48 કલાકમાં તમારા કપાયેલા પૈસા આપોઆપ પાછા આવી જાય છે.

કેટલાક કેસમાં પૈસા રિસીવર સુધી પહોંચી જાય છે, જ્યારે કેટલાક કેસમાં સીધા ગ્રાહકને પરત મળે છે.

કેટલાક દુર્લભ કેસોમાં 3 થી 7 દિવસનો સમય પણ લાગી શકે છે, પરંતુ પૈસા પાછા મળતા જ હોય છે.

ફરિયાદ કરવી જરૂરી છે?

હા, જો 48 કલાકમાં પૈસા પાછા ન આવે તો તમે ફરિયાદ કરી શકો છો:

UPI એપમાં ટ્રાન્જેક્શન બાજુમાં આવેલ Help / Support વિકલ્પથી ફરિયાદ નોંધાવો.

અથવા તમારી બેંકમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ બાદ રિફંડ ઝડપથી મળવાની શક્યતા વધી જાય છે.

Share This Article