PM Mudra Yojana: દેશમાં લાખો લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, પરંતુ સાચી માહિતી અને પૈસાની તંગી સૌથી મોટો અવરોધ બની જાય છે. આ જરૂરિયાતને સમજીને ભારત સરકારે ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ લોન આપીને સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર ૨૦ લાખ રૂપિયા સુધીની બિઝનેસ લોન આપે છે. આ યોજના વર્ષ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી અને આજે દેશની સૌથી મોટી લોન સ્કીમમાં સામેલ છે. ચાની દુકાન, બુટિક, સર્વિસ સેન્ટર કે મેન્યુફેક્ચરિંગ જેવા નાના બિઝનેસ માટે લોકો આનો મોટા પાયે ફાયદો ઉઠાવી રહ્યા છે.
મુદ્રા યોજના હેઠળ લોન ચાર કેટેગરીમાં આપવામાં આવે છે. શિશુ કેટેગરીમાં ૫૦ હજાર રૂપિયા સુધીની લોન મળે છે, જે નવા બિઝનેસની શરૂઆત માટે હોય છે. કિશોર કેટેગરીમાં ૫૦ હજારથી ૫ લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જે અગાઉથી ચાલતા કારોબારને આગળ વધારવા માટે છે.
તરુણ કેટેગરીમાં ૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ ઉપરાંત તરુણ પ્લસ કેટેગરીમાં ૧૦ લાખથી ૨૦ લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ એવા લોકો માટે છે જેમનો બિઝનેસ ચાલી રહ્યો છે અને તેઓ તેને મોટા સ્તર પર લઈ જવા માંગે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં એપ્લાય કરવા માટે તમારે તમારી નજીકની સરકારી કે પ્રાઈવેટ બેંકમાં જવું પડે છે. ત્યાંથી પીએમ મુદ્રા યોજનાનું અરજી ફોર્મ લેવાનું હોય છે. બેંક અધિકારી તમને કેટેગરી અને લોનની રકમ પસંદ કરવામાં પણ ગાઈડ (માર્ગદર્શન) કરે છે.
અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનથી ભરવાની હોય છે. આની સાથે ઓળખ પત્ર, એડ્રેસ પ્રૂફ, બિઝનેસ પ્લાન અને બેંક સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજો જોડવાના હોય છે. પૂરેપૂરું ભરેલું ફોર્મ બેંકમાં જમા કર્યા પછી તમારી એપ્લિકેશન પ્રોસેસમાં જાય છે.
ફોર્મ જમા થયા પછી બેંક તમારી અરજીની તપાસ કરે છે. જો દસ્તાવેજો સાચા માલૂમ પડે અને બિઝનેસ પ્લાન યોગ્ય લાગે, તો લોન મંજૂર કરી દેવામાં આવે છે. લોનની રકમ સીધી તમારા ખાતામાં આવે છે. ત્યારબાદ તમે તે જ પૈસાથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો અથવા તેને મોટો કરી શકો છો.

