Justice Yashwant Verma Supreme Court petition: કેશ કાંડ મામલે જસ્ટિસ યશવંત વર્માને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લોકસભા સ્પીકર દ્વારા રચાયેલી કમિટી વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. આ ચુકાદા પછી હવે જસ્ટિસ વર્માને હટાવવાની કાર્યવાહી ચાલુ રહેશે. જસ્ટિસ વર્માએ લોકસભા સ્પીકર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીની વૈધતાને પડકારી હતી.
ખામી સ્વીકારી હતી પરંતુ સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે શું આ ખામી એટલી ગંભીર છે કે જેના કારણે તેણે દખલ કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વઅગાઉની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે જસ્ટિસ વર્માને ૧૨ જાન્યુઆરીએ લોકસભા સ્પીકર દ્વારા રચાયેલી કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણીમાં સમિતિની રચનામાં પ્રક્રિયાનીર્માની અરજી ફગાવી દેતા કહ્યું કે જસ્ટિસ વર્માએ રાજ્યસભા (RS) ડેપ્યુટી ચેરમેનના પ્રસ્તાવ ફગાવવાને પડકાર્યો નથી. લોકસભા સ્પીકર અને રાજ્યસભા (RS) ચેરમેન બંનેએ પ્રસ્તાવ પસાર કર્યો નથી તેથી જોઈન્ટ કમિટી શક્ય નથી.
જસ્ટિસ વર્માનો વાંધો શું હતો?
જસ્ટિસ વર્માએ લોકસભા અધ્યક્ષ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિને પડકારી હતી. તેમનો તર્ક હતો કે Judges (Inquiry) Act, 1968 માં નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં મહાભિયોગની નોટિસ આપવામાં આવી હોવા છતાં લોકસભા અધ્યક્ષે રાજ્યસભાના સભાપતિની સલાહ લીધા વગર સમિતિની રચના કરી હતી.

