By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: PF Account Merger: જોબ બદલતી વખતે કરો આ નાનકડું કામ: બે પીએફ એકાઉન્ટને કેવી રીતે મર્જ કરવા અને UAN સેટલ કરવા, જાણો રિટાયરમેન્ટના પૈસા સુરક્ષિત રાખવાની પૂરી પ્રોસેસ
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Utility > PF Account Merger: જોબ બદલતી વખતે કરો આ નાનકડું કામ: બે પીએફ એકાઉન્ટને કેવી રીતે મર્જ કરવા અને UAN સેટલ કરવા, જાણો રિટાયરમેન્ટના પૈસા સુરક્ષિત રાખવાની પૂરી પ્રોસેસ
Utility

PF Account Merger: જોબ બદલતી વખતે કરો આ નાનકડું કામ: બે પીએફ એકાઉન્ટને કેવી રીતે મર્જ કરવા અને UAN સેટલ કરવા, જાણો રિટાયરમેન્ટના પૈસા સુરક્ષિત રાખવાની પૂરી પ્રોસેસ

Arati Parmar
Last updated: January 29, 2026 12:53 pm
By Arati Parmar
3 Min Read
Share
z3vmspfk
SHARE

PF Account Merger: સારી સેલેરી, કરિયર ગ્રોથ અને સારું  વર્ક એન્વાયરમેન્ટની ચાહમાં પ્રાઈવેટ નોકરી કરનારા લોકો અવારનવાર સ્વિચ (નોકરી બદલતા) કરતા હોય છે. આવું કરવાથી પ્રગતિ તો ચોક્કસ મળે છે પરંતુ એક પરેશાની પણ ઊભી થઈ જાય છે. હકીકતમાં નોકરી બદલતી વખતે ઘણા લોકો એ ભૂલી જાય છે કે તેમણે પીએફ (PF) એકાઉન્ટમાં પણ જરૂરી ફેરફાર કરવાના છે. આવું ન કરવાથી ઘણીવાર બે પીએફ એકાઉન્ટ બની જાય છે. આનાથી માત્ર પીએફ ઉપાડવામાં જ તકલીફ નથી પડતી, પરંતુ વ્યાજ અને ટેક્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં પીએફ એકાઉન્ટને મર્જ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.

Contents
  • પીએફ એકાઉન્ટ મર્જ કરવું કેમ જરૂરી છે?
  • બે UAN હોય તો શું કરવું?
  • UAN માં KYC અપડેટ કેમ જરૂરી છે?
  • પીએફ ખાતું મર્જ કરવાના ફાયદા
  • પીએફ ખાતું મર્જ ન કરવા પર શું મુશ્કેલીઓ થશે?

પીએફ એકાઉન્ટ મર્જ કરવું કેમ જરૂરી છે?

જ્યારે તમે નોકરી બદલો છો ત્યારે તમારી મેમ્બર આઈડી (Member ID) બદલાઈ જાય છે, પરંતુ UAN એ જ રહેવો જોઈએ. ઘણીવાર માહિતીના અભાવે અથવા HR ની ભૂલથી નવો UAN બની જાય છે. આનાથી તમારા પીએફના પૈસા અલગ-અલગ ખાતામાં વહેંચાઈ જાય છે. જો એકાઉન્ટ મર્જ કરવામાં ન આવે તો બેલેન્સ ટ્રેક કરવું, ટ્રાન્સફર કરવું અને તેને ઉપાડવું મુશ્કેલ બની શકે છે.

- Advertisement -

બે UAN હોય તો શું કરવું?

જો તમારી પાસે બે UAN હોય તો ગભરાવાની જરૂર નથી. EPFO ના નિયમો અનુસાર, તમારે લેટેસ્ટ UAN (જે હાલની નોકરી સાથે જોડાયેલ છે) એક્ટિવ રાખવો જોઈએ. જૂના UAN સાથે જોડાયેલા પીએફ એકાઉન્ટને નવા UAN માં મર્જ કરાવી શકાય છે. આ માટે EPFO ના યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જઈને Form 13 ઓનલાઈન ભરવાનું હોય છે.

UAN માં KYC અપડેટ કેમ જરૂરી છે?

પીએફ ટ્રાન્સફર સફળ થાય તે માટે KYC અપડેટ હોવું અત્યંત જરૂરી છે. આ માટે તમારા એક્ટિવ UAN માં આ જાણકારીઓ જોડાયેલી હોવી જોઈએ:

- Advertisement -
  • આધાર કાર્ડ

  • પાન કાર્ડ

  • બેંક એકાઉન્ટ ડિટેલ જો KYC વેરિફાઈડ નથી, તો પહેલા તેને અપડેટ કરાવો. ત્યારબાદ Form 13 સબમિટ કરતાની સાથે જ જૂનું પીએફ બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

પીએફ ખાતું મર્જ કરવાના ફાયદા

  • આખું પીએફ બેલેન્સ એક જ એકાઉન્ટમાં આવી જાય છે.

  • વ્યાજનું નુકસાન થતું નથી.

  • ટેક્સ સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થાય છે.

  • આખો સર્વિસ પિરિયડ જોડાઈ જાય છે.

  • રિટાયરમેન્ટ સમયે મોટી રકમ મળે છે. જો ખાતા અલગ-અલગ રહે તો કેટલાક પીએફ એકાઉન્ટ ‘ઈનઓપરેટિવ’ પણ થઈ શકે છે જેના પર વ્યાજ અને ટેક્સ બંનેનું નુકસાન થઈ શકે છે.

પીએફ ખાતું મર્જ ન કરવા પર શું મુશ્કેલીઓ થશે?

  • વિથડ્રોઅલ (ઉપાડ) સમયે વારંવાર ક્લેમ કરવો પડી શકે છે.

  • બધા પૈસા એકસાથે મળી શકતા નથી.

  • વ્યાજ પર ટેક્સ લાગવાની શક્યતા વધી જાય છે.

  • જૂના ખાતામાંથી પૈસા ઉપાડવા મુશ્કેલ બની શકે છે.

Railway Passenger Rules: રાત્રે ટિકિટ વગર ટ્રેનમાં ચઢી ગયા તો શું TTE ઉતારી શકે? જાણી લો રેલ્વેનો આ ખાસ નિયમ
Office Laptop Tips and Tricks : ઓફિસ લેપટોપનો ઉપયોગ કરતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો
Free Aadhaar Update: UIDAI ની 6 કરોડ બાળકોને ભેટ: આધારમાં બાયોમેટ્રિક અપડેટ્સ હવે સંપૂર્ણપણે મફત
Gratuity Rules: આ લોકોને નથી મળતી ૧ વર્ષમાં ગ્રેચ્યુઈટી, પૂરા કરવા પડશે ૫ વર્ષ, નવા લેબર કોડનો એ રૂલ જે દરેક કર્મચારી માટે જાણવો છે ખૂબ જરૂરી!
Bank Loan Tips: વારંવાર લોન રિજેક્ટ થાય છે? આ ૩ વાતોનું રાખો ખાસ ધ્યાન; લોન અપ્રૂવલ માટે આટલી તૈયારી છે ખૂબ જ જરૂરી
TAGGED:PF Account Merger
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

slhhs70o
Utility

LIC Bima Lakshmi Plan: મહિલાઓ માટે LIC ની સ્પેશિયલ ભેટ: વીમા લક્ષ્મી પ્લાનથી મેળવો સુરક્ષા અને ડબલ ફાયદો; જાણો કેવી રીતે ૮ લાખનું રોકાણ બની શકે છે ૧૬ લાખ

3 Min Read
yctpff38
Utility

Work From Home Ideas For Women: મહિલાઓ માટે ઘરે બેઠા કમાણીની સોનેરી તક: જીરો રોકાણ સાથે શરૂ કરો આ ૩ ધાંસુ બિઝનેસ અને બનો આત્મનિર્ભર

3 Min Read
home appliances gas cooker tv cinema refrigerator air conditioner microwave laptop washing machine 252025 693
Utility

CRS Safety Mark: મોબાઈલ કે લેપટોપ ખરીદતા પહેલા સાવધાન! બોક્સ પર જરૂર ચેક કરો આ ‘CRS’ માર્ક, નહીં તો સુરક્ષા સામે સર્જાઈ શકે છે મોટું જોખમ

3 Min Read
Delhi
Utility

Delhi: શું તમે દિલ્હી, નવી દિલ્હી, NCT અને દિલ્હી NCR વચ્ચેનો તફાવત જાણો છો? જો નહીં, તો આજે જ જાણો

2 Min Read
How To Get Rid Of Mosquitoes
Utility

How To Get Rid Of Mosquitoes: મચ્છરો રહેશે દુર! ઘરઆંગણે અજમાવો આ 4 સરળ નુસખા, કરડવાની તો વાત જ નહીં રહે

3 Min Read
images 6
Utility

PAN કાર્ડમાં જન્મતારીખ બદલવી છે? જાણો નિયમો અને પ્રક્રિયા.

2 Min Read
r172rd46
Utility

Laptop Buying Tips: નવું લેપટોપ ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, તમને સારો સોદો મળી શકે છે

2 Min Read
bguslizo
Utility

Health insurance awareness India: પોલિસી ખરીદતા પહેલા આ ધ્યાન રાખો, કેમ કે, બધી પોલિસી દરેક બીમારીને આવરી લેતી નથી, આમાં છેતરાવવાનું જોખમ વધારે છે

3 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?