Shimron Hetmyer Record: ક્રિસ ગેલનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી: શિમરોન હેટમાયરે સ્કોટલેન્ડ સામે ૨૨ બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

Arati Parmar
2 Min Read

Shimron Hetmyer Record: શિમરોન હેટમાયરે (Shimron Hetmyer) ઇતિહાસ રચી દીધો છે. તે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ તરફથી ICC T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા આ મોટી ઉપલબ્ધિ પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલના (Chris Gayle) નામે નોંધાયેલી હતી. જેણે ૨૦૦૯ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમતા ઓસ્ટ્રેલિયા સામે માત્ર ૨૩ બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું. પરંતુ ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ના બીજા મુકાબલામાં સ્કોટલેન્ડ સામે માત્ર ૨૨ બોલમાં અર્ધશતક પૂરું કરીને હેટમાયરે આ મોટો રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે.

કોલકાતામાં હેટમાયરનું બેટ જોરદાર ચાલ્યું

સ્કોટલેન્ડ સામે કોલકાતામાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા હેટમાયરનું બેટ આજે જોરદાર ચાલ્યું. શરૂઆતી વિકેટ પડ્યા પછી તેણે પહેલા થોડો સમય લીધો. પરંતુ એકવાર સેટ થયા પછી તેણે પાછળ વળીને જોયું નહીં અને જોતાજોતામાં ૨૨ બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. મેચ દરમિયાન તેણે કુલ ૩૬ બોલનો સામનો કર્યો. આ દરમિયાન ૧૭૭.૭૭ ના સ્ટ્રાઈક રેટથી ૬૪ રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેના બેટથી ક્રિકેટ પ્રેમીઓને બે ચોગ્ગા અને છ સુંદર છગ્ગા જોવા મળ્યા.

- Advertisement -

અર્ધશતક પછી સ્કોટલેન્ડના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હેટમાયર

શિમરોન હેટમાયર સ્કોટલેન્ડ સામે અર્ધશતક જમાવ્યા પછી તેમના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો. આ જ કારણ છે કે તે ફિફ્ટી ફટકાર્યા પછી જલ્દી જ પેવેલિયન પરત ફર્યો. ૨૯ વર્ષીય બેટ્સમેનને સાફ્યાન શરીફે પોતાની જાળમાં ફસાવ્યો. તેનો શાનદાર કેચ બ્રાન્ડન મક્મલેને પકડ્યો. હેટમાયર જ્યારે આઉટ થયો તે સમયે ટીમનો સ્કોર ૧૯ ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર ૧૭૫ રન હતો.

- Advertisement -
Share This Article