Smartphone Storage Optimization: સ્માર્ટફોનમાં સ્ટોરેજ ભરાઈ જવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. વધારે સ્ટોરેજ ધરાવતા ફોન મોંઘા આવે છે, આથી લોકો ઓછા સ્ટોરેજવાળા ફોનમાં જ એવી કોઈ ટ્રિક શોધતા હોય છે જે હેન્ડસેટના સ્ટોરેજને ખાલી રાખી શકે. જો તમે પણ આવી જ કોઈ યુક્તિ શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થશે. નવી ફોટો ક્લિક કરવા અથવા એપ્સ ડાઉનલોડ કરવા પર ‘Storage Full’ નું નોટિફિકેશન કોઈને પણ પરેશાન કરી શકે છે. ઘણીવાર આપણા ફોનમાં એક જ ફોટોના અનેક વર્ઝન હોય છે, જેમ કે ઘણી બધી સેલ્ફી અથવા વોટ્સએપથી ડાઉનલોડ થયેલી ડુપ્લીકેટ ફાઈલો. આ બધું ફોનમાં ઘણી જગ્યા રોકે છે, જેને એકસાથે ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરી શકાય છે.
Google Photos નું એક છુપાયેલું અને સ્માર્ટ ફીચર સ્માર્ટફોન યુઝર્સને કોઈ પણ ફોટો શોધ્યા વગર તરત જ સેંકડો MB કે GB જગ્યા ખાલી કરવામાં મદદ કરી શકે છે. આ ફીચર સ્ટોરેજ ક્લીન કરવાની સૌથી સરળ અને સુરક્ષિત રીત છે, જેનાથી તમારો ફોન ફરીથી સુપરફાસ્ટ થઈ જશે.
સ્ટોરેજ ખાલી કરવાના ફાયદા
સ્ટોરેજ ખાલી થવાથી તમારા સ્માર્ટફોનનું પરફોર્મન્સ સુધરે છે.
ડુપ્લીકેટ, ધૂંધળા (Blur) અને એકસરખા ફોટા આપમેળે દૂર થઈ જાય છે.
તમારી ફોટો લાઈબ્રેરીને ઓર્ગેનાઈઝ કરવી અને નેવિગેટ કરવી સરળ બને છે.
ડિલીટ કરતા પહેલા આટલું ચોક્કસ કરો
ફોટા ડિલીટ કરતા પહેલા સ્માર્ટફોન પર Google Photos એપ ખોલો. સ્ક્રીન પર ઉપર જમણી બાજુએ દેખાતા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો. ત્યારબાદ ‘Photo Settings’ પર ક્લિક કરો અને પછી ‘Back up & sync’ પર ક્લિક કરો. આનાથી ક્લાઉડ પર તમારા ફોટાનો બેકઅપ આવી જશે. જે ફોટા અને વીડિયોનો બેકઅપ પહેલેથી લેવાઈ ગયો છે તેને જોવા માટે ‘Free up space’ પર ક્લિક કરો. તેમને તમારા સ્માર્ટફોનમાંથી ડિલીટ કરવા માટે ફરીથી ‘Free up space’ પર ક્લિક કરો.
સજેસ્ટ ડિલીશન ટૂલનો ઉપયોગ કરો
‘Library’ ટેબ પર જાઓ અને ‘Utilities’ એરિયામાં જાઓ. અહીં ધૂંધળી, મળતી આવતી અથવા જૂની ઈમેજને ઓળખવા માટે ‘Suggest Deletion’ ને સિલેક્ટ કરો. સૂચનોને જુઓ અને તેમને એક-એક કરીને અથવા એકસાથે ડિલીટ કરો, અથવા તેને આર્કાઈવમાં મોકલી દો.
મોટા વીડિયો આર્કાઈવ કરો
Google Photos એપમાં મોટો વીડિયો શોધો અને તેને સિલેક્ટ કરો. વીડિયોને દબાવી રાખો અને ‘Move to archive’ પસંદ કરો. તમારા ફોનમાં ઘણી જગ્યા ખાલી કરવા માટે આ વીડિયોને ક્લાઉડમાં સેવ કરો.

