iPhone Rear Microphone Purpose: આઈફોનના બેક કેમેરા પાસે નાનું કાણું કેમ હોય છે? તેનો ઉપયોગ જાણી લેશો તો રહી જશો દંગ

Arati Parmar
2 Min Read

iPhone Rear Microphone Purpose: આઈફોનનો રિયર કેમેરા સેટઅપ તેની ઓળખ રહ્યો છે. આઈફોનના કેમેરા મોડ્યુલની નકલ બીજી કંપનીઓ પણ કરતી હોય છે. જો લેટેસ્ટ આઈફોન ૧૭ પ્રો મોડલ્સની વાત કરીએ તો કંપનીએ કેમેરા આઈલેન્ડમાં થોડો ફેરફાર કરીને નવો લુક આપ્યો છે. જો તમે તેને ધ્યાનથી જોશો તો કેમેરા સેન્સર પાસે એક નાનું કાણું (છેદ) જોવા મળશે. આ જૂના આઈફોનમાં પણ જોવા મળી જશે. ખાસ વાત એ છે કે આઈફોન વાપરતા લોકોને પણ ખબર હોતી નથી કે આ કાણું કેમ હોય છે. ચાલો આજે જાણીએ કે આ છેદ કેમ આપવામાં આવ્યો છે.

કાણામાં લાગેલું હોય છે માઈક્રોફોન

તમને જાણીને નવાઈ લાગશે કે રિયર કેમેરા સેન્સર પાસે બનેલા આ કાણામાં એક માઈક્રોફોન લાગેલું હોય છે. આ જાણીને ચોક્કસપણે તમને આશ્ચર્ય થયું હશે. હવે એક બીજી હેરાન કરી દે તેવી વાત જાણી લો કે આઈફોનમાં કુલ ૪ માઈક્રોફોન લાગેલા હોય છે. જેમાંથી પહેલું રિયર કેમેરા સેટઅપ પાસે, બીજું સેલ્ફી કેમેરા પાસે બેઝલ્સની નીચે અને બાકીના બે ફોનની સ્પીકર ગ્રિલ પાસે લાગેલા હોય છે. હવે તમારા મનમાં એ સવાલ આવી શકે કે આઈફોનમાં કેમેરા પાસે માઈક્રોફોન કેમ લાગેલું હોય છે? તેનો જવાબ પણ જાણી લઈએ.

- Advertisement -

આઈફોનમાં ચાર માઈક્રોફોનનું શું કામ?

એપલે આઈફોન X સિરીઝથી આઈફોનમાં ચાર માઈક્રોફોન આપવાનું શરૂ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે તેની મદદથી આઈફોન વિડિયો રેકોર્ડિંગ કરતી વખતે સ્ટીરિયો સાઉન્ડ રેકોર્ડ કરી શકે છે. જો તમારી પાસે આઈફોન ૧૬ સિરીઝ પછીનું મોડલ છે તો આ માઈક્રોફોન સ્પેટિયલ ઓડિયો પણ કેપ્ચર કરી શકે છે, જેનાથી વિડિયો જોતી વખતે ઇમર્સિવ ઓડિયો એક્સપિરિયન્સ મળે છે.

રિયર માઈક્રોફોનનો આ પણ છે ઉપયોગ

રિયર કેમેરા પાસે લાગેલા માઈક્રોફોનનો ઉપયોગ વિડિયો રેકોર્ડિંગ સમયે ઓડિયો રેકોર્ડ કરવા માટે તો થાય જ છે, સાથે જ કોલ્સ અને રેકોર્ડિંગ સમયે ‘નોઈઝ રિડક્શન’ (અવાજ ઘટાડવા) માં પણ મદદ કરે છે. આ આઈફોનને એક્સ્ટ્રા ઓડિયો ફીડ આપે છે, જેનાથી તે બેકગ્રાઉન્ડના અવાજમાંથી તમારા અવાજને અલગ કરી શકે છે. આ રીતે જોવામાં આવે તો આ નાના એવા કાણાના અનેક મોટા ફાયદા છે.

- Advertisement -
Share This Article