MacBook Air M5 Launch: MacBook Air M5 લોન્ચ, 32GB સુધી રેમ, 4TB સુધી સ્ટોરેજ સાથે દમદાર M5 ચિપ, જાણો કિંમત

Arati Parmar
3 Min Read

MacBook Air M5 Launch: MacBook Air M5 ને Apple દ્વારા તેના લેટેસ્ટ લેપટોપ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીનું સૌથી પાતળું લેપટોપ હવે નવા દમદાર ચિપસેટથી સજ્જ થઈને આવે છે, જેમાં ફાસ્ટ સ્ટોરેજ અને બહેતર વાયરલેસ કનેક્ટિવિટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લેપટોપમાં 16 જીબીની રેમ મળે છે અને 512 જીબીની સ્ટાન્ડર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. જેવું કે નામ પરથી જણાય છે કે આ લેપટોપ M5 ચિપસેટથી સજ્જ છે જેના માટે એપલે મોટા દાવા કર્યા છે. MacBook Air M5 ને બે સાઈઝ વેરિઅન્ટ્સ 13 ઇંચ અને 15 ઇંચમાં રજૂ કરવામાં આવ્યું છે. આવો જાણીએ MacBook Air M5 ની કિંમત અને સ્પેશિયલ ફીચર્સ વિશે.

MacBook Air M5 price

MacBook Air M5 માં કંપનીએ બે વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે. 13 ઇંચ મોડલની કિંમત 1,19,900 રૂપિયા થી શરૂ થાય છે. જ્યારે 15 ઇંચ મોડલની કિંમત 1,44,900 રૂપિયા થી શરૂ થાય છે. Apple Store પરથી તેને ખરીદી શકાય છે. પ્રી-ઓર્ડર 4 માર્ચથી શરૂ છે. સેલ 11 માર્ચથી શરૂ થશે.

- Advertisement -

MacBook Air M5 Features

Design and Display: MacBook Air M5 ને કંપનીએ 13 ઇંચ અને 15 ઇંચ ડિસ્પ્લે સાઈઝમાં રજૂ કર્યું છે. લેપટોપમાં જૂના મોડલ જેવી મળતી આવતી ડિઝાઇન મળે છે. 13 ઇંચ મોડલમાં 13.6 ઇંચનું LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જેમાં 2560 x 1664 પિક્સેલનું રિઝોલ્યુશન મળે છે. તેમાં 60Hz રિફ્રેશ રેટ આવે છે. 500 નિટ્સની પીક બ્રાઈટનેસ આપવામાં આવી છે. લેપટોપમાં 12MP Center Stage વેબકેમ આપવામાં આવ્યો છે. MacBook Air 15 ઇંચમાં 15.3-inch Liquid Retina ડિસ્પ્લે આવે છે જેમાં 2880×1864 પિક્સેલનું રિઝોલ્યુશન મળે છે. અહીં કંપનીએ 10-કોર CPU અને 10-કોર GPU સપોર્ટ આપ્યો છે.

Processor: MacBook Air M5 ની સૌથી મોટી હાઇલાઇટ તેની M5 ચિપસેટ છે. કંપનીએ તેની સાથે બે જીપીયુ (GPU) કન્ફિગરેશન આપ્યા છે જેમાં એકમાં ગ્રાફિક્સ માટે 8-કોર પ્રોસેસર મળે છે અને બીજામાં 10-કોર પ્રોસેસર મળે છે. રેમની શરૂઆત 16GB થી થાય છે. યુઝર પોતાની જરૂરિયાત મુજબ રેમ, SSD ને કસ્ટમાઇઝ કરી શકે છે જેના માટે રેમ 24GB અને 32GB સુધી વધારી શકાય છે. જ્યારે સ્ટોરેજ સ્ટાન્ડર્ડ તરીકે 512GB મળે છે જેને 4TB સુધી વધારી શકાય છે. કંપનીનો દાવો છે કે SSD માટે રીડ-રાઈટ સ્પીડ હવે પહેલા કરતા બમણી ઝડપી થઈ ગઈ છે.

- Advertisement -

Connectivity: કનેક્ટિવિટી માટે લેપટોપમાં N1 વાયરલેસ ચિપ મળે છે જેની સાથે Wi-Fi 7 (802.11be), Bluetooth 6, અને Thread નેટવર્કિંગ ટેકનોલોજીનો સપોર્ટ મળે છે. લેપટોપમાં બે Thunderbolt 4 પોર્ટ આપવામાં આવ્યા છે. સાથે 3.5mm જેકનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

Battery: MacBook Air M5 માં 53.8Wh લિથિયમ પોલિમર બેટરી મળે છે. તે 18 કલાક સુધીનું સ્ટ્રીમિંગ વિડિયો પ્લેબેક આપી શકે છે. સાથે MagSafe 3 મેગ્નેટિક ચાર્જિંગ પોર્ટ મળે છે.

- Advertisement -
Share This Article