શું ભારતમાં વોટ્સએપ બંધ થવાનું છે ? કેમ ઉઠી સંસદમાં ચર્ચા ? શું થશે ?

Reena Brahmbhatt
2 Min Read

વોટ્સએપ: વોટ્સએપને લઈને ફરી એકવાર ચર્ચા છે કે તે ભારતમાં બંધ થઈ શકે છે. WhatsAppએ સુધારેલા IT નિયમોનો વિરોધ કર્યો હતો. કંપનીએ કહ્યું કે આ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને ગેરબંધારણીય છે. કંપનીએ એપનું સંચાલન બંધ કરવાની વાત પણ કરી હતી.

whatsapp blue tick

- Advertisement -

જે બાદ સવાલ ઉઠવા લાગ્યા કે શું ભારતમાં વોટ્સએપ બંધ થવા જઈ રહ્યું છે? સંસદમાં કોંગ્રેસના સાંસદ દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો. કેન્દ્રનું કહેવું છે કે અત્યાર સુધી આ અંગે વોટ્સએપ કે તેની પેરેન્ટ કંપની મેટા દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ પહેલા વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે જો સરકાર તેને મેસેજ એન્ક્રિપ્શન તોડવાનું કહેશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે.

કોંગ્રેસ સાંસદે રાજ્યસભામાં પૂછ્યો સવાલ

- Advertisement -

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ વિવેખ ટંખાએ મેસેજિંગ સર્વિસના કામકાજને લગતો પ્રશ્ન પૂછ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે આનો લેખિત જવાબ આપ્યો, ‘ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પહેલા જ શેર કરવામાં આવ્યું છે કે WhatsApp અથવા Metaએ આવી કોઈ યોજના વિશે સરકારને જાણ કરી નથી.’

કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ?

- Advertisement -

તંખાનો પ્રશ્ન હતો કે શું સરકારની સૂચનાઓને કારણે WhatsApp ભારતમાં કામ કરવાનું બંધ કરી રહ્યું છે કે નહીં તેણે IT એક્ટ 2000ની કલમ 69Aનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર સરકારે કહ્યું કે, કેન્દ્રએ ભારતની સાર્વભૌમત્વ અથવા અખંડિતતા, ભારતની સુરક્ષા, વિદેશ સાથે સારા સંબંધો અથવા જાહેર વ્યવસ્થાના હિતમાં સૂચનાઓ જારી કરી છે.

TAGS : Whatsapp

Share This Article