Father molesting daughter: સુપ્રીમ કોર્ટે 7 વર્ષીય દીકરીના યૌન શોષણના કેસમાં દોષિત ડૉક્ટર પિતાને રાહત આપવા ઇનકાર કર્યો

Arati Parmar
2 Min Read

Father molesting daughter: સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાની દીકરીના યૌન શોષણ મામલે દોષિત ડૉક્ટરને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે ઉત્તર પ્રદેશમાં 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દોષિત કાર્ડિયોલોજિસ્ટની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો.

દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે: સુપ્રીમ કોર્ટ 

- Advertisement -

સુનાવણી દરમિયાન, જસ્ટિસ નાગરત્નાએ ડૉક્ટરના વકીલને કહ્યું કે, ‘તમારા અસીલને નીચલી અદાલતે પોતાની 7 વર્ષની દીકરીનું યોન શોષણ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. તમારા અસીલને કોઈપણ પ્રકારની રાહત મળવાનો હક નથી. દીકરીએ તેના પિતા વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.’

Share This Article