S Jaishankar Foreign Policy Strategy: અમેરિકી અર્થશાસ્ત્રીએ એસ. જયશંકરની 3 પિલર વ્યૂહરચનાના કર્યા વખાણ, જાણો કેવી રીતે ભારત બની રહ્યું છે આર્થિક શક્તિ

Arati Parmar
4 Min Read

S Jaishankar Foreign Policy Strategy: અમેરિકાના પ્રસિદ્ધ ઈકોનોમિસ્ટ સ્ટીવ હાંકેએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરના મુક્તકંઠે વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારતીય વિદેશ મંત્રી ‘શોરબકોરને બદલે રણનીતિને પ્રાથમિકતા આપે છે.’ વાસ્તવમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ‘મધ્ય-પૂર્વ સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચાલી રહેલી અશાંત ભૌગોલિક-રાજકીય સ્થિતિમાંથી ભારત મજબૂતીથી બહાર આવ્યું છે.’ તેમણે આગળ ઉમેર્યું કે ‘દેશ સ્થાનિક અને બાહ્ય પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યો છે.’ IIM રાયપુરના 15મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં બોલતા તેમણે કહ્યું હતું કે આજે દેશોએ “હેજિંગ, ડી-રિસ્કિંગ અને વૈવિધ્યકરણ” પર ધ્યાન આપવું જોઈએ કારણ કે વૈશ્વિક વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે.

જયશંકરનો અર્થ એ હતો કે કોઈ એક દેશ કે જૂથ પર સંપૂર્ણ નિર્ભર ન રહેવું જોઈએ. ભારત આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંતુલન બનાવીને ચાલી રહ્યું છે જેથી જો ભવિષ્યમાં કોઈ એક રસ્તો બંધ થાય તો બીજો વિકલ્પ ખુલ્લો રહે. જયશંકરના કહેવાનો અર્થ હતો કે આજના સમયમાં સપ્લાય ચેઈનને લઈને ઘણું જોખમ છે. ભારત પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યું છે જેથી કોઈ પણ વૈશ્વિક સંકટની ભારતની અર્થવ્યવસ્થા પર બહુ ખરાબ અસર ન પડે.

- Advertisement -

અમેરિકી અર્થશાસ્ત્રીએ કર્યા જયશંકરના વખાણ

અમેરિકી અર્થશાસ્ત્રી સ્ટીવ હાંકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે એસ. જયશંકરની વિદેશ નીતિના વખાણ કરતા તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તસવીરની ડાબી બાજુએ એક અશાંત દુનિયા બતાવવામાં આવી છે જ્યાં યુદ્ધ, આર્થિક પ્રતિબંધો અને અનિશ્ચિતતાનો માહોલ છે. ત્યાં અન્ય દેશોના નેતાઓ ગૂંચવાયેલા દેખાઈ રહ્યા છે જેઓ એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે અને તણાવમાં ફસાયેલા દેખાય છે. આ તસવીરમાં અમેરિકા અને પશ્ચિમી દેશોને પરેશાન અને મૂંઝવણમાં જોવામાં આવી રહ્યા છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરના હાથમાં દૂરબીન દેખાઈ રહ્યું છે એટલે કે તેમણે જયશંકરને ‘દૂરદર્શી’ નેતા બતાવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

તેમણે આ તસવીર દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે દુનિયામાં જે શોરબકોર હાલ ચાલી રહ્યો છે ભારત તે શોરમાં સામેલ થવાને બદલે પોતાની લાંબા ગાળાની રણનીતિ બતાવી રહ્યું છે. એસ. જયશંકરને સીડીઓ પર ચડતા બતાવવામાં આવ્યા છે જેના પર લખ્યું છે 1- Diversify (વૈવિધ્યકરણ) 2- De-risk (જોખમ ઘટાડવું) અને 3- Hedge (બચાવ કરવો). આ સીડીઓ એ દર્શાવે છે કે ભારત દુનિયાની સમસ્યાઓનો ભાગ બનવાને બદલે ઉપર ઉઠીને પોતાની રાહ જાતે નક્કી કરી રહ્યું છે.

જયશંકરે વર્તમાન પરિસ્થિતિ પર શું કહ્યું હતું?

જયશંકરે કહ્યું હતું કે દુનિયા એક “માળખાગત” પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને ‘દેશોની સાપેક્ષ શક્તિ અને પ્રભાવમાં સ્પષ્ટ ફેરફારો સાથે આપણી આંખો સામે જ વૈશ્વિક વ્યવસ્થા બદલાઈ રહી છે. કેટલાક સમાજોની રાજનીતિને આ ફેરફારો સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી પડી રહી છે.’ તેમણે કહ્યું કે અન્ય ઘણા દેશોની સરખામણીમાં ભારત પાસે આશાવાદી હોવાના કારણો છે. તેમણે કહ્યું ‘આપણા સમાજમાં એક એવો આશાવાદ છે જેનો દુનિયાના અન્ય ઘણા ભાગોમાં અભાવ છે’. તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ભારત હવે ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને તેણે તાજેતરના વૈશ્વિક આંચકાઓને સારી રીતે સંભાળ્યા છે.’

- Advertisement -
Share This Article