Jagdish Vishwakarma BJP Gujarat: જગદીશ વિશ્વકર્મા ટ્રોલિંગના નિશાને: સોશિયલ મીડિયામાં પ્રદેશ પ્રમુખના નિવેદનની ઉડી મજાક, લોકોએ લારીવાળા અને કથાકાર સાથે કરી સરખામણી

Arati Parmar
3 Min Read

Jagdish Vishwakarma BJP Gujarat: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સામે આપેલા એક નિવેદનને કારણે પક્ષ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. વિશ્વકર્માના બોલવાની શૈલી અને લહેકાઓને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેમની આકરી ટીકા કરી છે. આ નિવેદન બાદ ભાજપના સોશિયલ મીડિયા પેજ પર એવી રમુજી કોમેન્ટો આવી છે કે જેને કારણે પક્ષના નેતાઓએ નીચું જોવાનો વારો આવ્યો છે. અનેક લોકોએ પક્ષના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે કે શું આવા વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપે ભૂલ કરી છે.

સોશિયલ મીડિયા પર ઉડી મજાક: જનતાએ ગણાવ્યા “શાકબકાલું વેચનાર”

જગદીશ વિશ્વકર્માના નિવેદન આપવાની રીતને લઈને જનતામાં ભારે રમુજ જોવા મળી રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા લખ્યું છે કે, તેમનો અવાજ કોઈ લારીવાળો શેરીમાં સામાન વેચવા નીકળ્યો હોય તેવો લાગે છે. જોરજોરથી બૂમ બરાડા પાડીને અને અટકી-અટકીને બોલવાની તેમની આ શૈલી પ્રજા માટે મજાકનો વિષય બની ગઈ છે. આ પ્રકારની નકારાત્મક પ્રતિક્રિયાઓ ભાજપ માટે ચિંતાનો વિષય હોવી જોઈએ, કારણ કે જે મતદારો અત્યાર સુધી પક્ષની વાહવાહી કરતા હતા, તેઓ હવે જાહેરમાં ઠેકડી ઉડાવી રહ્યા છે.

- Advertisement -

પક્ષના આંતરિક વર્તુળોમાં અસંતોષ અને શરમની લાગણી

આ ઘટના બાદ માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ ભાજપના જૂના અને દિગ્ગજ નેતાઓ પણ અંદરખાને ભારે બળાપો કાઢી રહ્યા છે. નામ ન આપવાની શરતે કેટલાક નેતાઓએ જણાવ્યું છે કે વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય પક્ષ માટે ખોટો સાબિત થઈ રહ્યો છે. ભાજપના કાર્યકરો પોતે પણ સોશિયલ મીડિયા પર થતી ટિપ્પણીઓને કારણે શરમ અનુભવી રહ્યા છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ, આ નિવેદનથી ઊભી થયેલી નકારાત્મક છબીને સુધારવા માટે ચૂંટણી બાદ નેતૃત્વમાં ફેરફાર કરવો અનિવાર્ય બની શકે છે.

મીડિયાનું મૌન અને જનતાની જાગૃતિ વચ્ચેનો સંઘર્ષ

સામાન્ય રીતે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આવા નિવેદનો અપાય ત્યારે મીડિયામાં મોટી ચર્ચાઓ થતી હોય છે, પરંતુ સત્તાધારી પક્ષના પ્રમુખની મજાક ઉડતી હોવા છતાં મુખ્યધારાના મીડિયાએ આ મુદ્દે મૌન સેવ્યું હોય તેવું જણાય છે. જોકે, ડિજિટલ યુગમાં જનતા સત્ય જાણી ગઈ છે અને સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહી છે. કથાકાર જેવી શૈલીમાં બોલતા પ્રમુખને લોકોએ ભણતર અને લાયકાત અંગે પણ સવાલો કર્યા છે. આ સ્થિતિ બતાવે છે કે હવે માત્ર ભાષણબાજીથી જનતાને પ્રભાવિત કરવી મુશ્કેલ છે.

- Advertisement -
Share This Article