2026 Royal Enfield Guerrilla 450: મિડસાઇઝ મોટરસાયકલ સેગમેન્ટમાં દુનિયાની નંબર 1 કંપની રોયલ એનફિલ્ડે ભારતીય બજારમાં પોતાની નવી ગેરિલા 450 (Guerrilla 450) લોન્ચ કરી દીધી છે. 2026 રોયલ એનફિલ્ડ ગેરિલા 450 રોડસ્ટર સેગમેન્ટમાં ધૂમ મચાવી શકે છે અને આ વખતે કંપનીએ તેનું નવું APEX વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે સ્પોર્ટી પરફોર્મન્સ માટે જાણીતું છે. 2.49 લાખ રૂપિયાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતમાં લોન્ચ થયેલી નવી ગેરિલા 450નું બુકિંગ શરૂ થઈ ગયું છે અને આ મહિનાના અંતથી તમે દેશભરના રોયલ એનફિલ્ડ શોરૂમમાં આ પાવરફુલ બાઇક ખરીદી શકશો.
તમને જણાવી દઈએ કે રોયલ એનફિલ્ડે આ નવી બાઇક માટે પોપ્યુલર મોય થાઈ બ્રાન્ડ Fairtex સાથે પાર્ટનરશિપ કરી છે. આ અંતર્ગત લિમિટેડ એડિશન બોક્સિંગ ગ્લવ્સ, શોર્ટ્સ અને ટી-શર્ટની સાથે એક કસ્ટમાઇઝ્ડ ગેરિલા 450 APEX મોટરસાયકલ રજૂ કરવામાં આવી છે.
2026 ROYAL ENFIELD GUERRILLA 450 ના તમામ વેરિઅન્ટના ભાવ
| ટ્રિમ (Trim) | કલર ઓપ્શન | એક્સ-શોરૂમ કિંમત (રૂપિયા) |
| એપેક્સ (APEX) | APEX Red | 2,49,194 |
| APEX Black / Green | 2,56,387 | |
| ડેશ (DASH) | Twilight Blue | 2,49,194 |
| Shadow Ash / Smoke Silver / Peix Bronze | 2,67,116 | |
| ફ્લેશ (FLASH) | Brava Blue | 2,72,479 |
શું છે નવું અને ખાસ?
રોયલ એનફિલ્ડે ગેરિલા 450 ના વર્તમાન મોડલને અપડેટ તો કર્યું જ છે, સાથે નવું APEX વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે. જેઓ રાઈડિંગમાં થોડો ‘અગ્રેશન’ અને દમદાર સ્ટ્રીટ પરફોર્મન્સ ઈચ્છે છે તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે.
હેન્ડલ બાર: નવી ગેરિલા 450 એપેક્સમાં નીચેની તરફ નમેલા એલ્યુમિનિયમ હેન્ડલ બાર આપવામાં આવ્યા છે.
ટાયર્સ: સેગમેન્ટ ફર્સ્ટ 17 ઇંચના Vredestein Centuro ST રોડ-બાયસ્ડ ટાયર મળે છે, જે ઉત્તમ ગ્રીપ આપે છે.
લુક: આ બાઇકને રેસિંગ લુક આપવા માટે કલર-કોડેડ ફ્રન્ટ કાઉલ અને રિયર સીટ કાઉલ આપવામાં આવ્યા છે.
Flash અને Dash માં નવા અપડેટ્સ
રોડસ્ટરના ડેશ અને ફ્લેશ વેરિઅન્ટમાં હવે વધુ સારી ગ્રીપ માટે CEAT GRIPP XL RE ટાયર આપવામાં આવ્યા છે.
ડેશ વેરિઅન્ટ: આમાં નવો ‘ટ્વીલાઇટ બ્લુ’ કલર મળશે. સાથે જ હેન્ડગાર્ડ અને હેડલાઇટ ગ્રિલ ફ્રી (મફત) મળશે.
મોડ રિટેન્શન ફીચર: હવે તમામ વેરિઅન્ટમાં આ ફીચર મળશે. આનો ફાયદો એ છે કે બાઇક સ્વીચ ઓફ કરીને ફરી ચાલુ કરશો, તો તે અગાઉ પસંદ કરેલા મોડ (સ્ટ્રીટ અથવા સ્પોર્ટ) પર જ રહેશે.
એન્જિન-પાવર અને ફીચર્સ
નવી ગેરિલા 450 માં 450cc નું લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર શેરપા એન્જિન આપવામાં આવ્યું છે.
પાવર: 8000 RPM પર 40 PS પાવર અને 5500 RPM પર 40 Nm ટોર્ક જનરેટ કરે છે.
ગિયરબોક્સ: 6-સ્પીડ ગિયરબોક્સ સાથે સ્લિપ અને આસિસ્ટ ક્લચ મળે છે.
ટેકનોલોજી: રાઇડ-બાય-વાયર અને 4-ઇંચનો ટ્રિપર ડેશ (Tripper Dash) મળે છે, જે ગૂગલ મેપ્સ નેવિગેશનથી સજ્જ છે.

