New Skoda Kushaq Classic Plus: ભારતીય બજારમાં કારને લઈને સામાન્ય ધારણા એવી છે કે બેઝ મોડલમાં બહુ ખાસ મળતું નથી અને ખૂબીઓના મામલે બેઝ વેરિઅન્ટ અને ટોપ વેરિઅન્ટમાં જે રીતે કિંમતનો તફાવત વધારે હોય છે, તેવી જ રીતે ફીચર્સના મામલે પણ જમીન-આસમાનનો તફાવત હોય છે. જોકે, સ્કોડા ઓટો ઈન્ડિયાએ આ ધારણાને તોડવાનો પ્રયાસ કર્યો છે અને પહેલા કાયલાક એસયુવી સાથે અને હવે નવી કુશાક ફેસલિફ્ટના બેઝ વેરિઅન્ટ ‘ક્લાસિક પ્લસ’ માં જ એલોય વ્હીલ, સનરૂફ અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે 8 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ આપીને ગ્રાહકોની તમામ જરૂરિયાતો પૂરી કરી દીધી છે.
ઓછી કિંમતમાં ઘણું બધું
હવે તમે વિચારતા હશો કે 2026 સ્કોડા કુશાક ફેસલિફ્ટના બેઝ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ્સની કિંમતો કેટલી છે, તો તમને જણાવી દઈએ કે New Kushaq 1.0L Classic Plus પેટ્રોલ મેન્યુઅલની એક્સ-શોરૂમ કિંમત 10.69 લાખ રૂપિયા અને Kushaq 1.0L Classic+ AT પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 12.69 લાખ રૂપિયા છે. તેમની ઓન-રોડ કિંમત અનુક્રમે 12.31 લાખ રૂપિયા અને 14.60 લાખ રૂપિયા છે. આ પ્રાઇસ પોઇન્ટમાં મિડસાઇઝ સેગમેન્ટની અન્ય કંપનીઓની એસયુવીની ઉપલબ્ધતા નહિવત છે, એવામાં આ 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં સારા લુક-ફીચર્સ અને પર્ફોર્મન્સ ઇચ્છતા મિડસાઇઝ એસયુવી પ્રેમીઓ માટે વેલ્યુ ફોર મની ઓપ્શન સાબિત થાય છે.
8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ વાળી સેગમેન્ટ ફર્સ્ટ એસયુવી
હવે વાત આવે છે કે નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટના ક્લાસિક પ્લસ વેરિઅન્ટ્સમાં શું ખૂબીઓ મળી રહે છે, તો આ એસયુવીમાં 1.0 લિટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે, જે 115 PS ની પાવર અને 178 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે જ 8 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. સ્કોડા ઓટો ઈન્ડિયાએ બેઝ મોડલમાં જ ‘સેગમેન્ટ ફર્સ્ટ’ 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપીને એવું કામ કર્યું છે કે જે અન્ય કંપનીઓ અત્યાર સુધી વિચારી પણ શકી નથી. કંપનીની મોટાભાગની એસયુવી ઓટોમેટિક જ વેચાય છે.
સારા ફીચર્સથી સજ્જ
નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટના લુક-ફીચર્સ વિશે વાત કરીએ તો આ મિડસાઇઝ એસયુવીના એક્સટીરિયરમાં તમને સિગ્નેચર LED હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સ, 16 ઇંચના સિલ્વર એલોય વ્હીલ્સ, રૂફ રેલ્સ અને ઇલેક્ટ્રિક સનરૂફની સાથે રિયર ડિફોગર અને વાઇપર મળી રહે છે. બીજી તરફ, ઇન્ટિરિયરમાં તમને આરામદાયક સીટો, 6.9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, યુએસબી સી-ટાઇપ ચાર્જિંગ પોર્ટ, રિયર એસી વેન્ટ્સ, 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ-હોલ્ડ કંટ્રોલ જેવી ઘણી ખૂબીઓ મળે છે. કંપનીનું કહેવું છે કે આ કાર 5 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ માટે બનાવવામાં આવી છે.

