પુતિનની Aurus Senat કાર છે હરતો-ફરતો કિલ્લો, જાણો તેના હાઇ-ટેક ફીચર્સ અને પાવર વિશે

Arati Parmar
3 Min Read

Aurus Senat: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) 18મા BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે તેમનો સુરક્ષા કાફલો, ફ્લાઇંગ ક્રેમલિન નામનું તેમનું કસ્ટમાઇઝ્ડ રાષ્ટ્રપતિ વિમાન અને તેમની ખૂબ ચર્ચિત બખ્તરબંધ કાર Aurus Senat પણ ભારત આવી છે. પુતિન વિશ્વના એવા પસંદગીના નેતાઓમાં સામેલ છે, જેઓ વિદેશ પ્રવાસ દરમિયાન પણ હંમેશા પોતાની જ કારમાં મુસાફરી કરે છે. આ કારને પૈડાં પર ચાલતો કિલ્લો પણ કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. ચાલો તમને પુતિનની આ સૌથી સુરક્ષિત, હાઇ-ટેક અને લક્ઝરી Aurus Senat કારના ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.

Aurus Senat કોણે બનાવી છે?

Aurus Senat એક ફુલ-સાઇઝ લક્ઝરી લિમોઝીન (Limousine) છે, જેને રશિયાના Kortezh પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો હેતુ રશિયન રાષ્ટ્રપતિ અને ટોચના અધિકારીઓ માટે સુરક્ષિત બખ્તરબંધ કાર બનાવવાનો હતો.

- Advertisement -
  • ડિઝાઇન – આ કારની ડિઝાઇન સોવિયત કાળની પ્રસિદ્ધ ZIS-110 લિમોઝીનથી પ્રેરિત છે.
  • ઉત્પાદક – પુતિનની આ બખ્તરબંધ કાર રશિયન ઓટોમેકર ઓરસ મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે, જે રશિયન રાજ્ય સંશોધન સંસ્થા NAMI, સૉલર્સ JSC અને UAEની તવાઝુન હોલ્ડિંગનું એક જ્વૉઇન્ટ વેન્ચર છે.
  • સામાન્ય નાગરિકો માટે મર્યાદિત મોડલ – તેનું એક સામાન્ય સિવિલિયન (Civilian) મોડલ પણ બનાવવામાં આવે છે, જેનું ઉત્પાદન દર વર્ષે 120 યુનિટ સુધી મર્યાદિત છે અને તેની કિંમત આશરે 1.8 કરોડ રૂબલ (ભારતીય રૂપિયામાં આશરે ₹2.5 કરોડ)થી શરૂ થાય છે.

એન્જિન, પાવર અને પરફોર્મન્સ

પુતિનની Aurus Senat લિમોઝીન દેખાવમાં જેટલી મસ્ક્યુલર છે, અંદરથી એટલી જ પાવરફુલ છે.

  • એન્જિન અને હાઇબ્રિડ સેટઅપ – તેમાં 4.4-લિટરનું ટ્વિન-ટર્બોચાર્જ્ડ V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે એક હાઇબ્રિડ સિસ્ટમ સાથે કામ કરે છે.
  • પાવર અને ટોર્ક – આ પાવરફુલ એન્જિન 598 hpની પાવર અને 880 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
  • ગિયરબોક્સ અને સ્પીડ – તેમાં 9-સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. ભારે બખ્તરબંધ બોડી હોવા છતાં આ કાર 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માત્ર 9 સેકન્ડમાં પકડી લે છે.

લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ

ડાયમેન્શન્સની વાત કરીએ તો પુતિનની Aurus Senat કાર 5,630 mm લાંબી, 2,000 mm પહોળી અને 1,700 mm ઊંચી છે. તેનું વ્હીલબેઝ 3,300 mm છે. આ કાર મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ટૉપ સ્પીડથી દોડી શકે છે.

- Advertisement -

સેફ્ટી ફીચર્સ અને ઇન્ટીરિયર

વિશ્વના સૌથી પ્રસિદ્ધ રાજનેતાઓમાંના એક હોવાને કારણે પુતિનની કારમાં સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

  • બુલેટપ્રૂફ અને બ્લાસ્ટ-રેઝિસ્ટન્ટ – આ કાર ગોળીઓ અને બૉમ્બ વિસ્ફોટથી સુરક્ષા આપવામાં સક્ષમ છે.
  • ઍડવાન્સ્ડ ડ્રાઇવર સેફ્ટી – તેમાં ઍક્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, લેન ડિપાર્ચર વૉર્નિંગ, ઇલેક્ટ્રોનિક ટ્રૅક્શન કન્ટ્રોલ અને ઍડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
  • લક્ઝરી ઇન્ટીરિયર – કારનું ઇન્ટીરિયર ખૂબ પ્રીમિયમ છે. કારની અંદર લેધર ફિનિશ, મોંઘા લાકડાનું કામ અને આધુનિક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કાર અત્યંત ઠંડા અથવા ગરમ હવામાનમાં પણ સરળતાથી ચાલી શકે છે.
Share This Article