China Top 10 Cars in August 2026: ચીનમાં ઓગસ્ટ 2026ની ટોપ-10 કારમાં એક પણ પેટ્રોલ કાર નહીં, આ મોડેલ્સે મચાવી ધૂમ

Arati Parmar
3 Min Read

China Top 10 Cars in August 2026: ઇલેક્ટ્રિક ગાડીઓનું માર્કેટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ઓછી રનિંગ કોસ્ટ, સસ્તું મેન્ટેનન્સ અને વધુ સારું થઈ રહેલું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાને કારણે લોકો હવે પેટ્રોલ અથવા ડીઝલને બદલે ઇલેક્ટ્રિક કાર ખરીદી રહ્યા છે. દુનિયાભરમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને તેની એક ઝલક ચીનમાં પણ જોવા મળી છે. ઓગસ્ટ 2026માં ચીનમાં સૌથી વધુ વેચાયેલી 10 કારમાં એક પણ પેટ્રોલ કાર નથી. ટોપ-10માં 9 ગાડીઓ ઇલેક્ટ્રિક (BEV) છે અને માત્ર એક હાઇબ્રિડ કાર (PHEV) છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે માર્કેટમાં ઇલેક્ટ્રિક કારની કેટલી ડિમાન્ડ છે. આવો તમને ચીનમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વેચાયેલી 10 કાર વિશે જણાવીએ.

પહેલા અને બીજા નંબરની ગાડીઓ

  1. Geely EX2 – લિસ્ટમાં પહેલું નામ Geely EX2નું છે. રશલેનના રિપોર્ટ (Ref) અનુસાર, ઓગસ્ટ 2026માં 39,651 યુનિટ્સના વેચાણ સાથે આ ચીનમાં સૌથી વધુ વેચાયેલી કાર છે. આ એક ઇલેક્ટ્રિક કાર છે, જેની ચીનમાં કિંમત 65,000થી 95,000 યુઆન વચ્ચે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 9.2 લાખથી 13.5 લાખની વચ્ચે થાય છે.
  2. Leapmotor A10 – લિસ્ટમાં બીજું નામ Leapmotorની A10નું છે. આ ઇલેક્ટ્રિક કારને ઓગસ્ટમાં 30,652 લોકોએ ખરીદી હતી. ચીનમાં તેની કિંમત 66,000થી 87,000 યુઆન વચ્ચે છે.

ત્રીજા, ચોથા અને પાંચમા નંબરની ગાડીઓ

  1. Tesla Model Y – Teslaની Model Y સેલ્સ ચાર્ટમાં ત્રીજા નંબર પર છે. ઓગસ્ટ 2026માં ચીનમાં તેની કુલ 29,260 યુનિટ્સ વેચાઈ હતી. આ એક ઇલેક્ટ્રિક મોડલ છે અને ચીનમાં તેની કિંમત 2,64,000થી 3,14,000 યુઆન વચ્ચે છે.
  2. Fang Cheng Bao Ti7 – સેલ્સ ચાર્ટમાં ચોથા નંબર પર Fang Cheng Bao Ti7 આવે છે. ઓગસ્ટ 2026માં ચીનમાં તેની કુલ 23,471 યુનિટ્સ વેચાઈ હતી. આ આ લિસ્ટમાં એકમાત્ર હાઇબ્રિડ છે અને તેની કિંમત 1,80,00થી 2,40,000 યુઆન વચ્ચે છે.
  3. BYD Atto 2 – BYDની Atto 2 ઇલેક્ટ્રિક કાર પાંચમા નંબર પર રહી. તેને ઓગસ્ટ મહિનામાં કુલ 22,958 ગ્રાહકો મળ્યા. ચીનમાં તેની કિંમત 75,000થી 1,20,000 યુઆન વચ્ચે છે.

છઠ્ઠા અને સાતમા નંબરની કારો

  1. Tesla Model 3 – છઠ્ઠા નંબર પર Teslaની Model 3 ઇલેક્ટ્રિક કાર રહી. ઓગસ્ટમાં તેને 20,787 લોકોએ ખરીદી હતી. આ ઇલેક્ટ્રિક કારની કિંમત 2,36,000 યુઆનથી 3,40,000 યુઆન વચ્ચે છે.
  2. Changan Nevo Q05 – 17,349 યુનિટ્સના વેચાણ સાથે Changanની Nevo Q05 ઇલેક્ટ્રિક કાર સેલ્સ ચાર્ટમાં સાતમા નંબર પર રહી. ચીનમાં તેની કિંમત 80,000થી 1,15,000 યુઆન વચ્ચે છે.

અન્ય ગાડીઓ

  1. Li Auto i6 – આઠમા નંબર પર રહેલી આ ઇલેક્ટ્રિક કારને ઓગસ્ટ 2026માં ચીનમાં કુલ 16,979 લોકોએ ખરીદી હતી. તેની કિંમત 2,50,000 યુઆનથી 2,70,000 યુઆન વચ્ચે છે.
  2. BYD Dolphin – BYDની આ ઇલેક્ટ્રિક કારને ઓગસ્ટમાં ચીનમાં 16,829 ગ્રાહકો મળ્યા. તેની કિંમત 1,00,00 યુઆનથી 1,26,000 યુઆન વચ્ચે છે.
  3. Xiaomi SU7 – Xiaomiની આ ઇલેક્ટ્રિક કાર દસમા નંબર પર રહી. ઓગસ્ટમાં ચીનમાં તેની કુલ 16,518 યુનિટ્સ વેચાઈ હતી. તેની કિંમત 2,20,000થી 3,04,00 યુઆન વચ્ચે છે.
Share This Article