BYDની Denza Z9S લક્ઝરી EVનું લોન્ચિંગ, 1100 KM રેન્જથી લઈને God’s Eye B સુધી મળશે આ ફીચર્સ

Arati Parmar
5 Min Read

Denza Z9S: BYD ની પ્રીમિયમ બ્રાન્ડ Denzaએ પોતાની આગામી લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન Denza Z9S પરથી પડદો ઉઠાવી દીધો છે અને તેને 23 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. આ કાર 1100 કિલોમીટર સુધીની રેકોર્ડ-બ્રેકિંગ સિંગલ-ચાર્જ CLTC રેન્જ સાથે દુનિયાની સૌથી લાંબી રેન્જ ધરાવતી ઇલેક્ટ્રિક કાર બનવા જઈ રહી છે. 319,800થી 389,800 યુઆન વચ્ચે પ્રી-સેલ માટે ઉપલબ્ધ આ સેડાનમાં સ્પ્લિટ-હેડલાઇટ્સ અને રૂફ-માઉન્ટેડ LiDAR જેવી આધુનિક ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં God’s Eye B ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ સિસ્ટમ અને 91.1 ટકા હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ-એલ્યુમિનિયમ હાઇબ્રિડ બોડી મળે છે. સિંગલ અને ટ્રાઇ-મોટર વિકલ્પો સાથે આવતી આ કાર 1193 HP સુધીની જબરદસ્ત પાવર અને 2.68 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવામાં સક્ષમ છે.

કિંમત અને વેરિઅન્ટ્સ

  • Denza Z9S ઇલેક્ટ્રિક સેડાનની પ્રી-સેલ કિંમતોને ભારતીય ચલણમાં સમજીએ તો તેના બેઝ વેરિઅન્ટ (319,800 યુઆન અથવા લગભગ 45,700 અમેરિકન ડૉલર)ની ભારતીય રૂપિયામાં અંદાજિત કિંમત લગભગ 38 લાખથી 43.8 લાખ રૂપિયા આસપાસ બેસે છે.
  • આ ઉપરાંત લાંબી બેટરી અને 1100 કિલોમીટરની રેકોર્ડ રેન્જ આપતા ફ્લેગશિપ વેરિઅન્ટ (349,800 યુઆન / 51,400 અમેરિકન ડૉલર)ની કિંમત ભારતીય ચલણમાં લગભગ 43 લાખથી 49.3 લાખ રૂપિયા બેસે છે.
  • Denza Z9Sના ટોપ વેરિઅન્ટ e3 એડિશન (389,800 યુઆન / 55,700 અમેરિકન ડૉલર)ની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 48 લાખથી 53.4 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે.

શાનદાર ડિઝાઇન અને શ્રેષ્ઠ ડાયમેન્શન

  • Denza Z9Sની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં સ્પ્લિટ-હેડલાઇટ કન્ફિગરેશન, પહોળું ફ્રન્ટ પેનલ અને ડ્યુઅલ-સેક્શન ફ્રન્ટ લિપ આપવામાં આવી છે. તેના પાછળના ભાગમાં સ્લિમ ટેલલાઇટ્સ અને એક્ટિવ ઇલેક્ટ્રિક સ્પોઇલર તેની સુંદરતામાં વધારો કરે છે.
  • રૂફ-માઉન્ટેડ LiDAR સેન્સરથી સજ્જ આ કારમાં 120 લીટરનો ફ્રન્ટ ટ્રંક (ફ્રંક) સ્પેસ પણ મળે છે.
  • આ સેડાનની લંબાઈ 5090 MM, પહોળાઈ 1980 MM અને ઊંચાઈ 1490 MM છે, જ્યારે તેનું વ્હીલબેઝ 3,025 મિલીમીટરનું છે, જે તેને કૂપ જેવી સ્પોર્ટી અને પ્રીમિયમ રોડ પ્રેઝન્સ આપે છે.
  • આ લક્ઝરી સેડાન મોર્નિંગ પર્લ અને ફોર્જ્ડ ગ્રીન સહિત સાત આકર્ષક કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ થશે અને તેમાં 19થી 20 ઇંચના સ્ટાઇલિશ વ્હીલ ઓપ્શન્સ મળશે.

આધુનિક કેબિન અને પ્રીમિયમ ઇન્ટિરિયર

  • Denza Z9Sની અંદર પ્રવેશતા જ તેનું રેપઅરાઉન્ડ લેઆઉટ લક્ઝરીનો અહેસાસ કરાવે છે. તેમાં નેપ્પા લેધર સીટ્સ અને સ્યુડ હેડલાઇનર્સ જેવી પ્રીમિયમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • મુસાફરોની સુવિધા માટે તેમાં મેગ્નેટિક પેસેન્જર પેનલ આપવામાં આવી છે, જેના દ્વારા ટેબ્લેટ, હેડફોન અથવા સ્ટોરેજ કેસ જેવી એક્સેસરીઝ સરળતાથી જોડી શકાય છે.
  • પાછળના ભાગમાં બેસતા મુસાફરો માટે ક્લાઇમેટ, લાઇટિંગ અને એન્ટરટેઇનમેન્ટ કંટ્રોલ કરવા માટે 7 ઇંચની આર્મરેસ્ટ સ્ક્રીન આપવામાં આવી છે. કારમાં કુલ 44 સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ્સ અને 470 લીટરનો વિશાળ એક્સપાન્ડેબલ બૂટ સ્પેસ મળે છે, જે લાંબી મુસાફરીને ખૂબ જ આરામદાયક બનાવે છે.

દમદાર પાવરટ્રેન અને રેકોર્ડ 1100 KMની રેન્જ

  • પરફોર્મન્સની વાત કરીએ તો Denza Z9S રિયર-વ્હીલ-ડ્રાઇવ સિંગલ-મોટર અને ટ્રાઇ-મોટર ઓલ-વ્હીલ-ડ્રાઇવ બંને વિકલ્પોમાં આવે છે.
  • સિંગલ-મોટર વેરિઅન્ટ 496 HPની મહત્તમ પાવર આપે છે, જ્યારે ટ્રાઇ-મોટર વેરિઅન્ટ 1193 HPની જબરદસ્ત કમ્બાઇન્ડ પાવર ઉત્પન્ન કરે છે.
  • BYDની સેકન્ડ જનરેશન બ્લેડ બેટરી (102.326 kWh અને 122.496 kWh)થી સજ્જ આ કાર CLTC સાયકલ હેઠળ 780 કિલોમીટર, 920 કિલોમીટર અને ફ્લેગશિપ વેરિઅન્ટમાં 1100 કિલોમીટરની દુનિયાની સૌથી લાંબી EV રેન્જ પ્રદાન કરે છે.
  • આ લક્ઝરી સેડાન માત્ર 2.68 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેમાં e3 ટેક્નોલોજી પ્લેટફોર્મ, રિયર-વ્હીલ સ્ટિયરિંગ અને DiSus-A એર બોડી કંટ્રોલ સિસ્ટમ જેવી શાનદાર વિશેષતાઓ મળે છે.

અત્યાધુનિક ટેક્નોલોજી અને God’s Eye B ડ્રાઇવિંગ સિસ્ટમ

  • ટેક્નોલોજીના મામલે Denza Z9S ખૂબ જ એડવાન્સ છે. આ કાર God’s Eye B ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ સિસ્ટમથી સજ્જ છે, જે 5.0 લાર્જ મોડલ દ્વારા સંચાલિત થાય છે. આ સિસ્ટમ અર્બન નેવિગેશન, હાઇ-સ્પીડ પાઇલટ અને ફુલ-સિનારિયો પાર્કિંગને સપોર્ટ કરે છે.
  • સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો Denza Z9Sમાં સ્ટીલ-એલ્યુમિનિયમ હાઇબ્રિડ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ અને એલ્યુમિનિયમની ભાગીદારી 91.1 ટકા છે, જેના કારણે તેની રિજીડિટી 45,036 N·m/deg સુધી પહોંચે છે, જે તેને ખૂબ જ મજબૂત બનાવે છે.
Share This Article