LED Vs Halogen Car Lights: કાર માટે લાઈટ્સનું એટલું જ મહત્વ છે, જેટલું માણસ માટે આંખનું છે અને આંખનું મહત્વ ત્યારે વધી જાય છે, જ્યારે રોશની ઓછી હોય છે. એવામાં રાતના સમયે જ્યારે તમે કાર ચલાવો છો તો જો લાઈટ ના બળે તો તમે 10 મીટર પણ સાચી રીતે જઈ શકતા નથી. હવે વાત આવે છે કે પહેલાની કારોમાં તો હેલોજન લાઈટ્સ મળતી હતી, પરંતુ નવા જમાનાની સસ્તી-મોંઘી મોટાભાગની કારોમાં એલઈડી લાઈટ્સ મળે છે, આની પાછળ શું કારણો છે અને આ લાઈટ્સના શું ફાયદા અને નુકસાન છે? તમે પણ જો આવા જ સવાલોના જવાબ શોધી રહ્યા હોવ તો આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે એ પણ જણાવીશું કે તમારા માટે કયો વિકલ્પ સારો છે.
હેલોજન લાઈટ્સના ફાયદા અને નુકસાન
સૌથી પહેલા તો તમે એ જાણી લો કે આખરે હેલોજન લાઈટ્સ કામ કેવી રીતે કરે છે, તો તમને જણાવી દઈએ કે હેલોજન લાઈટ્સમાં એક ટંગસ્ટન ફિલામેન્ટ હોય છે, જે ગરમ થઈને રોશની પેદા કરે છે.
હવે ફાયદાની વાત કરીએ તો હેલોજન લાઈટ્સના ભાવ ઓછા હોય છે અને તેને બદલવી ખૂબ સરળ છે.
તેમની રોશની થોડી પીળી હોય છે, એવામાં વરસાદ અને ફોગમાં તે રસ્તા પર વધુ સારી વિઝિબિલિટી આપે છે.
વળી, નુકસાનની વાત કરીએ તો હેલોજન લાઈટ્સ ખૂબ વધારે ગરમી પેદા કરે છે અને ખૂબ વધારે બેટરીનો પણ વપરાશ કરે છે.
સાથે જ તમારા માટે એક જરૂરી વાત એ જાણવી પણ છે કે હેલોજન લાઈટ્સ એલઈડીની સરખામણીમાં ઓછી ચાલે છે.
એલઈડી લાઈટ્સની ખૂબીઓ અને ખામીઓ
એલઈડી લાઈટ્સ ઇલેક્ટ્રોલ્યુમિનેસેન્સ નામની પ્રોસેસના માધ્યમથી કામ કરે છે, જે ફિલામેન્ટને ગરમ કરવાને બદલે સેમીકન્ડક્ટરથી ઇલેક્ટ્રિક ફ્લો પસાર કરીને સીધી રોશની પેદા કરે છે. ફાયદાઓની વાત કરીએ તો એલઈડી લાઈટ્સ ખૂબ ઓછી વીજળી ખર્ચે છે અને તેમનું આયુષ્ય હેલોજન કરતા અનેકગણું વધારે હોય છે. એલઈડીની રોશની ક્રિસ્ટલ વ્હાઇટ હોય છે, જે રાતમાં રસ્તાને દિવસ જેવો રોશન કરી દે છે. જોકે, એલઈડી લાઈટ્સ હેલોજનની સરખામણીમાં ઘણી મોંઘી હોય છે. વળી, જો તમારી કારમાં પહેલાથી એલઈડી સેટઅપ નથી તો આફ્ટરમાર્કેટ નખાવવું થોડું મુશ્કેલ અને મોંઘું હોઈ શકે છે.
તમારા માટે કયો વિકલ્પ વધુ સારો?
જો તમે મોટે ભાગે સિટીમાં અથવા હાઈવે પર કાર ચલાવો છો અને તમને ચમકદાર અને વ્હાઇટ લાઈટ પસંદ છે તો તમારી કાર માટે એલઈડી લાઈટ્સ વધુ સારી રહેશે. એલઈડી લાઈટ્સ તમારી કારને પ્રીમિયમ લુક આપે છે. વળી, જો તમારું બજેટ ઓછું છે અને તમારે અવારનવાર ફોગ કે વરસાદમાં ડ્રાઇવિંગ કરવાનું હોય છે તો હેલોજન લાઈટ્સની પીળી રોશની વધુ સારી સાબિત થઈ શકે છે.

