Top 5 Electric Scooter Sales: સપ્ટેમ્બર 2026માં ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં તેજી, ભારતમાં સૌથી વધુ વેચાતા ટોપ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર બ્રાન્ડ્સ

Arati Parmar
3 Min Read

Top 5 Electric Scooter Sales: હોન્ડા એક્ટિવા અને TVS જ્યુપિટરના ધમાકેદાર વેચાણ વચ્ચે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું પણ જોરદાર વેચાણ થઈ રહ્યું છે અને તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં સપ્ટેમ્બરમાં તેમના વેચાણમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ગયા મહિનાના વાહન નોંધણીના આંકડા અનુસાર, દેશમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું કુલ વેચાણ 2.07 લાખના આંકડાને પાર કરી ગયું છે, જે સપ્ટેમ્બર 2025ની સરખામણીમાં મોટો વધારો દર્શાવે છે. TVS iQube, Bajaj Chetak, Ather Rizta, Vida VX2 અને Ola S1 જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર મૉડલ્સનું ભારતમાં દર મહિને ધમાકેદાર વેચાણ થાય છે. TVS અને Bajaj જેવી કંપનીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે ગ્રાહકોમાં ઇ-મોબિલિટીની સ્વીકૃતિ સ્પષ્ટ રીતે દર્શાવે છે. ચાલો, સપ્ટેમ્બર 2026માં સૌથી વધુ વેચાણ કરનારા ટોપ 5 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ્સના પ્રદર્શન પર નજર કરીએ.

પ્રથમ સ્થાને TVS મોટર – 53,990 યુનિટ

સપ્ટેમ્બર 2026ના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના વેચાણના આંકડામાં TVS મોટર કંપનીએ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું. કંપનીએ ગયા મહિને કુલ 53,990 યુનિટ (વાહનના આંકડા અનુસાર આશરે 54,105)નું વેચાણ નોંધાવ્યું અને બજારમાં 26.1 ટકા હિસ્સા સાથે પ્રથમ સ્થાને રહી. TVSનાં ઇલેક્ટ્રિક સ્કૂટરની સતત વધતી માંગ અને મજબૂત સર્વિસ નેટવર્કે તેને ગ્રાહકોમાં સૌથી વિશ્વસનીય વિકલ્પ બનાવ્યો છે. iQube અને Orbiterની ભારે માંગ છે.

- Advertisement -

બીજા સ્થાને Bajaj Auto – 48,383 યુનિટ

Bajaj Autoએ પોતાના લોકપ્રિય સ્કૂટર Chetakના આધારે શાનદાર પ્રદર્શન કરતાં બીજું સ્થાન મેળવ્યું છે. સપ્ટેમ્બર 2026માં Bajajએ તેની 48,383 યુનિટ વેચી અને 23.4 ટકા બજારહિસ્સો મેળવ્યો. પ્રથમ સ્થાને રહેલી TVS અને Bajaj વચ્ચેનું અંતર ઘટીને હવે માત્ર થોડા હજાર યુનિટનું રહ્યું છે, જેના કારણે બજારમાં કડક સ્પર્ધા જોવા મળી રહી છે.

ત્રીજા સ્થાને Ather Energy – 30,479 યુનિટ

પ્રીમિયમ અને પરફોર્મન્સ આધારિત ઇલેક્ટ્રિક સ્કૂટરના ક્ષેત્રમાં ઓળખ બનાવનાર Ather Energyએ સપ્ટેમ્બર 2026માં 30,479 યુનિટનું વેચાણ નોંધાવ્યું. 14.7 ટકા બજારહિસ્સા સાથે Atherએ અન્ય EV-કેન્દ્રિત સ્ટાર્ટઅપ્સની સરખામણીમાં પોતાની સરસાઈ મજબૂતીથી જાળવી રાખી છે. કંપનીની આધુનિક ટેક્નોલોજી અને નવી સુવિધાઓ ગ્રાહકોને ખાસ આકર્ષી રહી છે અને તાજેતરમાં લૉન્ચ થયેલા Konarkની સાથે જ Rizta અને 450 સિરીઝનું પણ સારું વેચાણ થાય છે.

- Advertisement -

ચોથા સ્થાને Hero Vida – 24,307 યુનિટ

Hero MotoCorpની EV બ્રાન્ડ Vidaએ સપ્ટેમ્બર 2026માં શાનદાર પ્રદર્શન કરતાં ચોથું સ્થાન મેળવ્યું. આ દરમિયાન V1 સિરીઝ અને VX2 સિરીઝની કુલ 24,307 યુનિટ વેચાઈ. Vidaએ ગયા સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ક્ષેત્રમાં 11.7 ટકા બજારહિસ્સો મેળવ્યો. પરંપરાગત ટૂ-વ્હીલર ઉત્પાદકોની વિશ્વસનીયતા અને Vidaનાં આધુનિક સ્કૂટરના સંયોજને આ ક્ષેત્રમાં કંપનીની સ્થિતિને અત્યંત મજબૂત બનાવી છે.

પાંચમા સ્થાને Ola Electric – 13,449 યુનિટ

Ola Electricએ સપ્ટેમ્બર 2026માં 13,449 યુનિટના વેચાણ સાથે ટોપ 5 બ્રાન્ડ્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કંપનીએ આ દરમિયાન 6.5 ટકા બજારહિસ્સો મેળવ્યો. સમય જતાં Ola Electric ઘણી પાછળ રહી રહી છે અને તેને Ampere બ્રાન્ડ તરફથી કડક પડકાર મળી રહ્યો છે.

- Advertisement -
Share This Article