Ducati Desmo450 MX: સુપરબાઈક બનાવતી પોપ્યુલર ઇટાલિયન કંપની ડુકાટીએ ભારતીય બજારમાં પોતાની પહેલી મોટોક્રોસ બાઈક ડેસ્મો450 એમએક્સ (Desmo450 MX) લોન્ચ કરી દીધી છે. ડુકાટીની આ મોટરસાયકલ ઓફ-રોડ એડવેન્ચર અને મોટોક્રોસ પ્રેમીઓની ફેવરિટ માનવામાં આવે છે. ડુકાટીના રેસિંગ ડીએનએથી સજ્જ આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત 17.23 લાખ રૂપિયા છે. આટલી કિંમતમાં તો ભારતમાં ટાટા સફારી જેવી 7 સીટર પાવરફુલ SUV આવી જાય છે.
ક્યાં મળશે અને ક્યારે થશે ડિલિવરી?
આ મોટોક્રોસ મોટરસાયકલ ભારતમાં માત્ર 4 પસંદગીના શહેરો: નવી દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણે સ્થિત શોરૂમમાં જ ઉપલબ્ધ થશે. 16 માર્ચથી આનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને ડિલિવરી માર્ચ 2026 ના અંતથી શરૂ થશે.
શું છે ખાસિયતો?
ડુકાટીની ઓલ ન્યૂ Desmo450 MX પાવરફુલ, હલકી અને સરળતાથી ચલાવી શકાય તેવી બાઈક છે.
ડેસ્મોડ્રોમિક ટેકનોલોજી: આ દુનિયાની એકમાત્ર મોટોક્રોસ બાઈક છે જેમાં ડુકાટીની સિગ્નેચર ‘ડેસ્મોડ્રોમિક ડિસ્ટ્રિબ્યુશન’ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.
દમદાર એન્જિન: આમાં 449.6 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 63.5 HP નો પાવર અને 53.5 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
RPM લિમિટ: આની મેક્સિમમ રેવ લિમિટ 11,900 RPM છે, જે આ સેગમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક છે.
વજનમાં ખૂબ જ હલકી
આ બાઈકનું ફ્યુઅલ વગરનું વજન માત્ર 104.8 કિલોગ્રામ છે. અત્યંત હલકી હોવાને કારણે તે ઓફ-રોડિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માટે એકદમ સચોટ છે.
સસ્પેન્શન: આમાં Showa ના સંપૂર્ણ રીતે એડજસ્ટેબલ 49mm ફ્રન્ટ ફોર્ક્સ અને રિયરમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યા છે.
બ્રેકિંગ અને ટાયર: બહેતર બ્રેકિંગ માટે Brembo કેલિપર્સ અને પિરેલી (Pirelli Scorpion MX32) ના ખાસ ઓફ-રોડ ટાયર લગાવવામાં આવ્યા છે.
સ્માર્ટ ફીચર્સ: આ દુનિયાની પહેલી મોટોક્રોસ બાઈક છે જેમાં ટ્રેક્શન કંટ્રોલની સાથે ક્વિકશિફ્ટર અને એન્જિન મેપ્સની સુવિધા મળે છે.
‘ભારતમાં ઓફ-રોડિંગનો ક્રેઝ વધ્યો છે’
ડુકાટી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ ચંદ્રાનું કહેવું છે કે ભારતમાં ઓફ-રોડ અને મોટોક્રોસ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધ્યો છે. Desmo450 MX ને MXGP વર્લ્ડ ચેમ્પિયનશિપના ટ્રેક પર ડેવલપ કરવામાં આવી છે. તેમને વિશ્વાસ છે કે આ બાઈક નવી પેઢીના બાઈકર્સને આકર્ષશે અને ભારતમાં ‘ડુકાટિસ્ટી’ (Ducatisti) કોમ્યુનિટીને એક નવા લેવલ પર લઈ જશે.

